Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઉત્તરપ્રદેશના કાપડ વેપારીએ સુરતના વેપારીને ચાર લાખનો ચૂનો ચોપડ્યો. .

ઉત્તરપ્રદેશના કાપડ વેપારીએ સુરતના વેપારીને ચાર લાખનો ચૂનો ચોપડ્યો. .

0
1

સુરત માં કાપડ ઉદ્યોગ મા છેતરપીંડી ની દરરોજ ની ફરિયાદ ઉઠતી રહે છે તેવામાં ઉત્તરપ્રદેશના કાપડના હીરા વેપારીએ સુરતના વેપારી પાસેથી રૂા. 4 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદીને પેમેન્ટ નહીં આપતા પોલીસ ફરિયાદ થઇ હતી. દોઢ વર્ષ છતાં પણ યુપીના વેપારીઓએ પેમેન્ટ આપ્યું ન હતું. પ્રાપ્ત વિગતો મુજબ વેસુમાં સેલિબ્રિટી ગ્રીન્સની બાજુમાં આવેલા રાજહંસ સિંફોનીયામાં રહેતા રાહુલ જેકીશન મોહનાની રિંગરોડ પર આવેલી હરીઓમ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે.

બે વર્ષ પહેલા તેમની મુલાકાત યુપીમાં વેપાર કરતા નરેશકુમાર તેમજ રીઝવાન અહેમદની સાથે થઇ હતી. આ બંને વેપારીઓએ રાહુલભાઇની પાસેથી રૂા.4 લાખની કિંમતનો માલ ખરીધો હતો. ત્યારબાદ ત્રણ મહિના સુધી તેઓએ રૂપિયા આપ્યા ન હતા. દોઢ વર્ષ છતાં પણ બંને વેપારીઓએ પૈસા નહીં આપતા રાહુલભાઇ છેક ઉત્તરપ્રદેશ રૂપિયાની ઉઘરાણી માટે ગયા હતા. ત્યારે રાહુલને મારી નાંખવાની ધમકી મળી હતી. બનાવ અંગે રાહુલે નરેશકુમાર અને રીઝવાનની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.. . . . . .

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat