Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: કોરોનાથી રક્ષણ મેળવવા માટે ખાસ કાપડ કરવામાં આવ્યું તૈયાર

સુરત: કોરોનાથી રક્ષણ મેળવવા માટે ખાસ કાપડ કરવામાં આવ્યું તૈયાર

0
426

સુરત: કોરોના સામે સમગ્ર વિશ્વ પોત પોતાની રીતે લડાઈ લડી રહ્યો છે, લોકો પણ કોરોના સામે નવી વસ્તુઓ બનાવી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વાયરસ અને બેક્ટેરિયાથી શરીરને બચાવવા માટે સુરતના એક કાપડ ઉદ્યોગકારો ખાસ કપડું બનાવ્યું છે. સામાન્ય કપડાં પર ખાસ પ્રોસેસ કરી નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી આ કાપડ તૈયાર કરવામાં આવ્યું છે. સામાન્ય કરતાં 10 ટકા મોંઘું આ કપડું લોકોનું રક્ષણ કરશે, સાથે જ 50 વખત તેને ધોઈ શકાશે.

સુરતનો કાપડ ઉદ્યોગ દેશ અને દુનિયામાં જાણીતો છે અલગ-અલગ ફેબ્રિક્સ સહિતના કાપડનું ઉત્પાદન સુરતમાં થઈ રહ્યું છે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જે દરેક વ્યક્તિ માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. ત્યારે અનેક લોકો એવા છે જે કોરોના સામેની જંગમાં કંઈક અલગ કરી રહ્યા છે, આવ જ એક વ્યક્તિ છે સુભાષ ધવન. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં તૈયાર આ ખાસ કાપડ બનાવવામાં આવ્યું છે. આ કાપડ એન્ટી વાઈરલ ઇનફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ છે.

આ પણ વાંચો: પોલીસ કોન્સ્ટેબલની 85 લાખની અપ્રમાણસર સંપતી, પત્નીના નામે 32 લાખની 2 વૈભવી કાર

જી હાં ભલે વાત ગળે ન ઉતરે પણ આ હકીકત છે, આ કાપડ અંગે PMO એ પણ રુચિ બતાવી છે અને જર્મનીની લેબે તેને માન્યતા પણ આપી છે સુરતના સચિન અને પાંડેસરા ખાતે ગોકુલમ ફેશનના નામે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુભાષ ધવને સતત વધી રહેલી કોરોનાની મહામારી ને રોકવા અને ખાસ તો સંરક્ષણ મેળવવા માટે આ ખાસ કાપડ બનાવ્યું છે. ખાસ કેમીકલ અને નેચરલ વસ્તુઓ થી આ કાપડ બનાવ્યું છે. સામાન્ય કાપડ ઉપર ખાસ કેમિકલ પ્રોસેસ કરી નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ કાપડ પહેરેલા વ્યક્તિ પર સીધી કોઈ બેક્ટેરિયાની અસર નહીં થાય, જોકો બેક્ટેરિયા કે વાઇરસ કાપડ પર પડશે તો 15 થી 30 મિનિટમાં જ આ કાપડુ પોતે જ ઇન્ફેક્શન કે બેક્ટેરિયા ને ખતમ કરી દેશે.

સરફેસ કોટીંગ, સ્પ્રે કોટીગ અને પેડ એપ્લિકેશનનો ઉપયોગ સાથે કાપડ ઉપર ખાસ ટ્રીટમેન્ટ કરાય છે. આ કાપડનો મહત્તમ ઉપયોગ તો કરી જ શકાય છે, જોકે 50 વખત વોશ કર્યા બાદ તેની અસર ધીમે ધીમે ઓછી થવા લાગશે. આ કાપડ સામાન્ય કાપડથી 10 થી 20 ટકા સુધી મોંઘું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જોકે તેની સતત વધી રહી છે, કારણ કે આવું કાપડ દુનિયામાં પહેલી વખત બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. કાપડને મજૂરી મેળવવામાં ખસી મહેનત કરવી પડી હતી, ખાસ મરીને જર્મની થી સર્ટિફાઈટ કરાવવું પડ્યું હતું. સુભાષ ધવન દ્વારા લેખિત જાણકારી આપવામાં આવી તો PMO એ પણ સર્ટિફિકેશન માટે રસ બતાવી તમામ વિગતો મદદ કરી હતી.

ગુજરાત પોલીસની 28 જગ્યાઓ IPS અધિકારીઓની જોઇ રહી છે રાહ