નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ માટે ‘એક રાષ્ટ્ર, એક વર્ધી’નો વિચાર રજૂ કર્યો અને કહ્યુ કે આ તેમની તરફથી એક વિચાર માત્ર છે અને તે તેને રાજ્ય પર થોપવાનો પ્રયાસ નથી કરી રહ્યા. અહી આયોજિત રાજ્યના ગૃહ મંત્રીઓની બે દિવસની ચિંતન શિબિરને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા વડાપ્રધાને ગુના અને ગુનાહિતો પર શકંજો કસવા માટે રાજ્ય વચ્ચે નજીકના સહયોગની વકાલત કરી હતી, તેમણે કહ્યુ કે સહકારી સંઘવાદ ના માત્ર બંધારણની ભાવના છે પણ આ કેન્દ્ર અને રાજ્યની જવાબદારી પણ છે. વડાપ્રધાને કહ્યુ કે પોલીસ માટે ‘એક રાષ્ટ્ર, એક વર્ધી’ માત્ર એક વિચાર છે. હું આ બધા પર થોપવાનો પ્રયાસ નથી કરી રહ્યો, તેના વિશે તમે વિચારો. આ 5,50 વર્ષ કે 100 વર્ષમાં થઇ શકે છે પરંતુ આપણે તેના વિશે વિચાર કરવો જોઇએ. પીએમ મોદીએ કહ્યુ કે તેમનું માનવુ છે કે દેશભરમાં પોલીસની ઓળખ એક જેવી હોઇ શકે છે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ તમામ રાજ્ય સરકારોને જૂના કાયદાઓની સમીક્ષા કરવા અને આજના સંદર્ભમાં તેમને સુધારવા માટે વિનંતી કરી. તેમણે કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાના ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે તમામ એજન્સીઓ વચ્ચે સંકલિત કાર્યવાહી કરવા પણ વિનંતી કરી હતી. મોદીએ કહ્યું કે પોલીસ વિશે સારી ધારણા જાળવવી “ખૂબ જ મહત્વપૂર્ણ” છે અને આ માર્ગમાં રહેલી છટકબારીઓ દૂર કરવી જોઈએ. PM એ કહ્યું કે ભલે કાયદો અને વ્યવસ્થા બંધારણ મુજબ રાજ્યનો વિષય છે, પરંતુ તે દેશની એકતા અને અખંડિતતા સાથે સમાન રીતે સંબંધિત છે. તેમણે વધુમાં કહ્યું કે દરેક રાજ્યએ એકબીજા પાસેથી શીખવું જોઈએ, એકબીજા પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને આંતરિક સુરક્ષા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આંતરિક સુરક્ષા તેમજ દેશ પ્રત્યેની જવાબદારી માટે રાજ્યો સાથે મળીને કામ કરે તે બંધારણીય અનિવાર્ય છે. વડા પ્રધાને કહ્યું કે તમામ એજન્સીઓ, પછી ભલે તે કેન્દ્રમાં હોય કે રાજ્યોમાં, બધાએ એકબીજાને સહકાર આપવો જોઈએ જેથી કાર્યક્ષમતા વધે, સારા પરિણામો આવે અને સામાન્ય લોકોને સુરક્ષા મળે.
તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાનો સીધો સંબંધ વિકાસ સાથે છે, તેથી શાંતિ જાળવવાની જવાબદારી દરેકની છે. તેમણે કહ્યું કે જ્યારે દેશની તાકાત વધશે ત્યારે દેશના દરેક નાગરિક અને દરેક પરિવારની શક્તિ વધશે. આ છે સુશાસન, જેનો લાભ દેશના દરેક રાજ્યમાં સમાજની છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિ સુધી પહોંચવાનો છે. મોદીએ કહ્યું કે સમગ્ર કાયદો અને વ્યવસ્થા માટે વિશ્વાસપાત્ર હોવું ખૂબ જ જરૂરી છે અને આ માટે પોલીસના સંબંધો અને સામાન્ય લોકો સાથે વાતચીત વધુ સારી હોવી જોઈએ જેથી તેમના વિશે સારી છાપ ઉભી થાય. છેલ્લા વર્ષોમાં, ભારત સરકારના સ્તરે કાયદો અને વ્યવસ્થા સંબંધિત સુધારાઓ થયા છે, જેણે સમગ્ર દેશમાં શાંતિનું વાતાવરણ બનાવવાનું કામ કર્યું છે. પીએમ મોદીએ કહ્યુ કે, આપણે ટેક્નોલોજી માટે એક સમાન પ્લેટફોર્મ વિશે વિચારવાની જરૂર છે જે બધા દ્વારા શેર કરી શકાય. રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓ પણ એકબીજા સાથે શેર કરી શકાય છે. સાયબર ક્રાઈમ હોય કે હથિયાર અને ડ્રગ્સની હેરાફેરીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ, આ માટે આપણે નવી ટેક્નોલોજી પર કામ કરતા રહેવું પડશે. સ્માર્ટ ટેકનોલોજીથી કાયદો અને વ્યવસ્થાને સ્માર્ટ બનાવવી શક્ય બનશે.
આ પણ વાંચો: 26/11: વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન-પાકિસ્તાનને લગાવી ફટકાર, યૂએનને ઘેર્યું, કહ્યું- હજી સુધી કામ અધૂરુ
રાજ્યોના ગૃહ પ્રધાનો ઉપરાંત, ગૃહ સચિવો, પોલીસ મહાનિર્દેશકો અને કેન્દ્રીય સુરક્ષા દળોના મહાનિર્દેશકોએ પણ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ બે દિવસીય ચિંતન શિબિર વડાપ્રધાન દ્વારા તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ ‘પંચ પ્રાણ’માં જાહેર કરાયેલ આંતરિક સુરક્ષા સંબંધિત બાબતો પર નીતિ ઘડતર માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાનો પ્રયાસ છે. તેનો ઉદ્દેશ સહકારી સંઘવાદની ભાવનામાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે વિવિધ હિતધારકો વચ્ચે યોજનાઓના અમલીકરણમાં વધુ સંકલન લાવવાનો છે.શિબિરમાં પોલીસ દળોનું આધુનિકીકરણ, સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ, ફોજદારી ન્યાય પ્રણાલીમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી)નો વધતો ઉપયોગ, જમીન સરહદ વ્યવસ્થાપન, દરિયાકાંઠાની સુરક્ષા, મહિલા સુરક્ષા, ડ્રગ હેરફેર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
Advertisement