કોચ્ચી: કેરળમાં એક ઓટો રિક્ષા ચાલકનું નસીબ રાતો રાત બદલાઇ ગયુ હતુ. 500 રૂપિયામાં લૉટરીની એક ટિકિટ ખરીદી હતી અને હવે તેને 25 કરોડ રૂપિયાની ઓણમ બંપર લૉટરી લાગી છે. આ રાજ્યની અત્યાર સુધીની સૌથી મોટી લૉટરી છે.
Advertisement
Advertisement
રિક્ષા ચાલક છેલ્લા 22 વર્ષથી લૉટરીની ટિકિટ ખરીદી રહ્યો હતો અને અત્યાર સુધી તેને 100 રૂપિયાથી લઇને 2,000 રૂપિયા જ જીત્યા હતા. હવે આટલી મોટી લૉટરી લાગતા તેનું નસીબ બદલાઇ ગયુ છે.
રિક્ષા ચાલકની સાથે સાથે ભોજન બનાવવામાં કામ કરે છે અનૂપ
કેરળના શ્રીવરાહમના રહેવાસી અનૂપ રસ્તા પર એક ભોજનાલયમાં ભોજન બનાવે છે અને પરિવારનો ખર્ચ ઉઠાવવા માટે રિક્ષા પણ ચલાવે છે. તે આવતા અઠવાડિયે મલેશિયાના વીઝાની આશા કરી રહ્યો હતો જેથી ત્યા એક હોટલમં શેફના રૂપમાં કામ કરવા જઇ શકે. રિક્ષા ચાલકે શનિવાર સાંજે લૉટરીની ટિકિટ (ટીજે 750605) ખરીદી હતી. તેના એક દિવસ પછી રવિવારે તેને સૌથી વધુ રકમ ધરાવતી લૉટરી લાગી હતી.
ટેક્સ કાપ્યા બાદ અનૂપને મળશે આટલા રૂપિયા
રાજ્યના નાણા મંત્રી કેએન બાલગોપાલે એક લકી ડ્રો સમારંભમાં વિજેતાના નામની જાહેરાત કરી હતી. લૉટરી વિભાગ અનુસાર, અનૂપને ટેક્સ કાપ્યા બાદ લગભગ 15.75 કરોડ રૂપિયા મળશે. અનૂપની પત્ની માયાએ પતિના લૉટરી જીતવાની જાણકારી આપી હતી. અનૂપને તેની પર વિશ્વાસ થયો નહતો અને તેને પત્નીને ફરી તપાસ કરવા કહ્યુ હતુ અને ખુદ પણ બે ત્રણ જગ્યાએ ફોન કરીને તપાસ કરી હતી.
પુત્રના ગલ્લાને તોડીને ખરીદી હતી લૉટરીની ટિકિટ
અનૂપ પાસે પૈસા નહતા, માટે તેને લૉટરીની ટિકિટ ખરીદવા માટે પોતાના બે વર્ષના પુત્ર અદ્વૈતના ગલ્લાને તોડવો પડ્યો હતો, તે બાદ અનૂપે તિરૂવનંતપુરમમાં પઝાવંગડી ભગવતી એજન્સીમાંથી એક લૉટરીની ટિકિટ ખરીદી હતી. અનૂપે પહેલા બીજી ટિકિટ ખરીદી હતી પરંતુ તેનો નંબર તેને પસંદ પડ્યો નહતો, માટે તેને ટિકિટ બદલી નાખી હતી, ત્યારે ભાગ્યે જ તેને વિચાર્યુ હશે કે આ નાની વાત તેનું નસીબ બદલી નઆખશે.
અનૂપે બેન્કમાં લોક માટે કરી હતી અરજી
લૉટરી જીત્યા બાદ અનૂપે જણાવ્યુ, મે એક સહકારી બેન્કમાં ત્રણ લાખ રૂપિયાની લોન માટે અરજી કરી હતી. બેન્ક તરફથી મને લોનની મંજૂરી મળવાની જાણકારી એક દિવસ પહેલા જ મલી હતી પરંતુ હવે લૉટરી જીત્યા બાદ મે લોન લેવાનો ઇનકાર કરી દીધો હતો. અનૂપે કહ્યુ કે તેને આટલી મોટી રકમ જીતવાની આશા નહતી.
રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે ઓણમ બંપર લૉટરીની લોકપ્રિયતા અને માંગ વધી છે. આ વખતે ઓણમ લૉટરીના કુલ 66.64 લાખ ટિકિટ વેચવામાં આવી હતી. લૉટરીનો બીજો નંબર ટીજી 270912 ટિકિટ સંખ્યા ધરાવતા શખ્સને મળ્યો છે અને તેને પાંચ કરોડ રૂપિયા મળશે. આ સિવાય 10 અન્ય લોકોએ 1-1 કરોડ રૂપિયા જીત્યા છે. મહત્વપૂર્મ છે કે ગત વર્ષે પણ ઓણમ બંપર લૉટરી કોચ્ચીના એક ઓટો રિક્ષા ચાલક જયપાલન પીઆરે જીતી હતી.
Advertisement