Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > રાજપીપળામાં પાલિકાના નળ માંથી સાંપના કણનો જથ્થો નીકળ્યો: લોકોમાં ગભરાહટ

રાજપીપળામાં પાલિકાના નળ માંથી સાંપના કણનો જથ્થો નીકળ્યો: લોકોમાં ગભરાહટ

0
2643

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: રાજપીપળા નગરપાલિકા વોર્ડ નં 3 મા આવેલા વડ ફળીયા વિસ્તારમા સ્ક્રેપના વેપારીને ત્યાં નગરપાલિકાના નળ કનેકશન માથી સાંપના કણનો લોચો નિકળી આવતાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી જવા પામી હતી.નગરજનોને પીવા માટે આપવામા આવતાં પાણીના પુરવઠામા સાંપના કણનો જથ્થો નિકળી આવતાં વડ ફળીયા વિસ્તારના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા.કોરોનાની મહામારીની વચ્ચે નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવતાં નગરજનોના સ્વાસ્થ્ય સામે એક નવું સંકટ ઉભું થતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે.

જોકે અંતે એ વોર્ડના લોકોએ આ મામલે રાજપીપળા પાલિકાના ચુંટાયેલા સભ્ય સલીમ સોલંકીને કરી હતી.દરમિયાન સલીમ સોલંકીએ તુરંત રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.ત્યારે જયેશ પટેલે એમને ગેરવ્યાજબી જવાબ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જો કે સલીમ સોલંકીએ જણાવ્યું હતું કે પાલિકા મુખ્ય અધિકારીને મેં આ મામલે મળવા કહ્યું તો મને એમણે ગેરવ્યાજબી જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે કડાઉનમાં કોઈને ન મળવા સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે તેથી મારે તમને મળાય નહિ.અગાઉ પણ મારા વોર્ડમાં એક વ્યક્તિના ઘરના નળ માંથી કબૂતરના પીંછા નીકળ્યા હતા ત્યારે પણ પાલિકા મુખ્ય અધિકારીએ મને મળવાની ચોખ્ખી ના પાડી હતી.જો આવું પાણી કોઈ પીવે અને જાનહાની પહોંચે તો એનો જવાબદાર કોણ.

અમારી ટીમે એ ઘરની તપાસ કરી છે, પાલિકાની લાઈનમાં કોઈ ખામી નથી: જયેશ પટેલ, રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી

રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે અમને આ બાબતની ફરિયાદ પાલિકાના ચૂંટાયેલા સભ્યે કરી હતી.બાદ પાલિકાની ટીમ ત્યાં પહોંચી તપાસ કરતા પાલિકાની લાઈનમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટ મને પાલિકા કર્મચારીઓએ કર્યો છે.એ વ્યક્તિની કોઈક લાઈનમાં મિક્સિંગ હોઈ શકે એટલે એ ખામી તો જે તે વ્યક્તિએ દૂર કરવી પડે એ જવાબદારી નગરપાલિકાની નથી.

મે મહિનામાં 13 દિવસ સુધી બંધ રહેશે બેન્ક!, જરૂરી કામ અત્યારે જ પતાવી લો