Gujarat Exclusive > દેશ-વિદેશ > વિધાનસભા ઈલેક્શન: સુપ્રીમ કોર્ટમાં EVMના ઉપયોગને પડકારતી જાહેર હિતની અરજી

વિધાનસભા ઈલેક્શન: સુપ્રીમ કોર્ટમાં EVMના ઉપયોગને પડકારતી જાહેર હિતની અરજી

0
4

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીનને લઇને દર ચૂંટણીમાં વિવાદો થતો હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ઇવીએમના ઉપયોગને પડકારતી જાહેર હિતની અરજી થઇ છે. જેની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પીઆઇએલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇવીએમથી ચૂંટણી કરાવવાનો નિર્ણય સંસદમાંથી પસાર નથી કરવામાં આવ્યો. જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ કહ્યું હતું કે અમે એ ચકાસીશું કે અરજીમાં સુનાવણી કરવાની ક્ષમતા છે કે નહીં. જો તેમ હશે તો કોર્ટ તેના પર સુનાવણી કરશે.

ઇવીએમથી ચૂંટણી કરાવવાના નિર્ણયને પડકારતી અરજીમાં વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દલીલ કરવામાં આવી રહી છે. તેમણે આ અરજીમાં જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ 61(એ)ને પડકારતા કહ્યું છે કે ઇવીએમથી ચૂંટણી કરાવવાની સંસદ દ્વારા અનુમતી નથી આપવામાં આવી. તેથી ઇવીએમથી થયેલી અને થનારી ચૂંટણીઓને અટકાવવામાં આવે. જ્યારે હવે જે પણ ચૂંટણીઓ યોજાય તેમાં બેલેટ પેપરનો જ ઉપયોગ કરવામાં આવે તેવી માગ પણ આ અરજીમાં કરાઇ છે.

વકીલે એવી પણ દલીલ કરી છે કે 2019માં લોકસભાની ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ થયો હતો માટે તે ચૂંટણીને પણ રદ કરવામાં આવે. કેમ કે સંસદે ઇવીએમનો ઉપયોગ કરવાની અનુમતી આપી જ નથી. વકીલે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીઓને પણ ઇવીએમ નહીં બેલેટ પેપરથી કરાવવી જોઇએ. બાદમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે આ અરજીને લઇને વિચાર કરીશું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat