Gujarat Exclusive > દેશ-વિદેશ > ચાર હાથ 4 પગવાળા બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, લોકોએ ગણાવ્યો- ‘ભગવાનનો અવતાર!’

ચાર હાથ 4 પગવાળા બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, લોકોએ ગણાવ્યો- ‘ભગવાનનો અવતાર!’

0
5

બિહારના કટિહાર ખાતે 4 હાથ અને 4 પગવાળા એક બાળકનો જન્મ થયો છે. આજુબાજુના વિસ્તારમાં આ બાળક અંગે જાણ થઈ તે સાથે જ બાળકની એક ઝલક મેળવવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ જામવા લાગી હતી. આ બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બિહારના કટિહાર ખાતે આવેલી સદર હોસ્પિટલમાં આ બાળકનો જન્મ થયો હતો. કેટલાક લોકો આ બાળકને કુદરતના કરિશ્મા સમાન ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને ભગવાનનો અવતાર માની રહ્યા છે. જોકે, ડોક્ટર્સના કહેવા પ્રમાણે આ બાળક ફિઝિકલી હેન્ડિકેપ છે અને અસામાન્ય છે. સાથે જ ડોક્ટર્સે એમ પણ કહ્યું હતું કે, તેને અનોખું બાળક ન કહેવું જોઈએ.

પશ્ચિમ બંગાળ નિવાસી બાળકના પિતાએ જણાવ્યું કે, ડિલિવરી પહેલા બાળકની તપાસ કરાવવામાં આવી હતી અને અલ્ટ્રાસાઉન્ડ કરાવાયું હતું પરંતુ તપાસ રિપોર્ટમાં ડોક્ટર્સે એમ જ કહ્યું હતું કે, બાળક ઠીક છે. જોકે, જન્મ બાદ આ બાળક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

આ બાળકનો પરિવાર ઈચ્છે છે કે, તે નોર્મલ જિંદગી જીવે માટે સર્જરીની જરૂર પડશે. જોકે પરિવાર આર્થિક રીતે સધ્ધર ન હોવાથી મુશ્કેલી પડી શકે છે.

આનાથી પહેલા પણ ડિસેમ્બર મહિનામાં બિહારના ગોપાલગંજ ખાતે 3 હાથ અને 3 પગવાળા બાળકનો જન્મ થયો હતો. વૈકુઠપુરના રેવતિથ નિવાસી મોહમ્મદ રહીમ અલીની 30 વર્ષીય પત્ની રબીના ડિલિવરી માટે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ થઈ હતી.

ગોપાલગંજમાં નોર્મલ ડિલિવરી દરમિયાન વિચિત્ર દેખાવ ધરાવતા બાળકનો જન્મ થયો હતો. તે બાળકને 3 પગ અને 3 હાથ હતા. પરિવારજનોએ અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવેલું પરંતુ રિપોર્ટમાં આ વાતની ખબર નહોતી પડી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat