દિલ્હી: દિલ્હીમાં કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર ઠંડા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ખેડૂતોને રોકવા માટે પોલીસે પ્રેશર ધરાવતા વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસ અને ખેડૂતોના પ્રદર્શનની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી એક યુવા ખેડૂતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને પંજાબમાં તેને ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. water Cannon truck
આ પ્રદર્શનકારીનું નામ નવદીપ સિંહ છે. જ્યારે પોલીસે વોટર કેનન વાહન વરૂણના ફુવારા ખેડૂતો પર પડી રહ્યા હતા ત્યારે આ પ્રદર્શનકારીએ ટ્રેક્ટર ટ્રોલીથી વોટર કેનન ધરાવતી વાનમાં કુદકો માર્યો હતો અને પાણીને બંધ કરી દીધુ હતું. તે બાદ નવદીપ સિંહે પરત ત્યાથી પોતાની ટ્રેક્ટર ટ્રોલીમાં કુદકો માર્યો હતો. water Cannon truck
પ્રદર્શનકારીઓના જુસ્સાની તાકાત water Cannon truck
નવદીપ સિંહ અંબાલા જિલ્લાનો એક ગ્રેજ્યુએટ છે પરંતુ તેણે ખેડૂતો સાથે આશરે 250 ગામમાં પ્રદર્શન કર્યુ અને દિલ્હી કૂચ પણ કરી છે. નવદીપે પંજાબી લોક ચેનલને જણાવ્યુ, “હું એક અભ્યાસુ યુવક હતો અને આ રીતે ઉપર-નીચે ઝંપ ક્યારેય નહતો કરતો પરંતુ પ્રદર્શનકારીઓના સાહસે મને હિમ્મત આપી.” water Cannon truck
આ પણ વાંચો: ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચ: જ્યારે-જ્યારે મોદી સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યો ‘જગતનો તાત’
પોલીસના ટ્રક પર ચઢીને વોટર કેનનનો નળ બંધ કરવાને લઇને નવદીપે કહ્યુ, “હું ટ્રેક્ટર ટ્રોલીથી ટ્રક પર ચઢી ગયો અને વોટર કેનનના નળ સુધી પહોચી ગયો. મે તેને બંધ કરી દીધો પરંતુ ત્યારે એક પોલીસ કર્મી પણ મારો પીછો કરતા ઉપર ચઢી ગયો, તે સમયે મારો ભાઇ ટ્રેક્ટર નજીક લઇ આવ્યો અને મે તેમાં કુદકો મારી દીધો.”
How a young farmer from Ambala Navdeep Singh braved police lathis to climb and turn off the water cannon tap and jump back on to a tractor trolley #farmersprotesthttps://t.co/Y9RZJBdD8E pic.twitter.com/NcN0JpMxd2
— Aditya Menon (@AdityaMenon22) November 26, 2020
નવદીપે કહ્યુ કે, પોલીસે તેણે લાકડીથી માર્યો પરંતુ તેનાથી તે નારાજ નથી, કારણ કે પોલીસ કર્મી પોતાની ડ્યૂટી કરી રહ્યા હતા અને તે પણ ખેડૂતોના જ પુત્ર છે.
નવદીપની આ વીડિયો સિવાય કેટલીક અન્ય તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને પોલીસ સામે ઉભા રહેતા જોવા મળે છે. લોકો આ તસવીરોને શેર કરીને ખેડૂતોને પોતાનું સમર્થન આપી રહ્યા છે.