કતારમાં 20 નવેમ્બરથી ફિફા ફૂટબોલ વર્લ્ડકપ રમાઇ રહ્યો છે. ગ્રુપ તબક્કાની મેચ રમાઇ રહી છે. મેચ કરતા વધુ આ વર્લ્ડકપ અલગ અલગ વિવાદને કારણે ચર્ચામાં છે. આયોજકોને વધુ એક વસ્તુએ પરેશાન કર્યા છે. વર્લ્ડકપ માટે બનાવવામાં આવેલા ખેલ ગાવ (ફેન વિલેજ) નજીક આગ લાગી હતી. આ ઘટના દેશના સૌથી મોટા લુસૈલ સ્ટેડિયમની નજીક બની હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં જોઇ શકાય છે કે આગળ લાગ્યા બાદ આસમાનમાં કાળો ધુમાડો જોવા મળી રહ્યો છે. આ વિશે જ્યારે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યુ કે શહેરની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી, તેની પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઇના ઘાયલ થવાના સમાચાર નથી.
જ્યારે ધુમાડો ખેલ ગામ તરફ વધ્યો તો અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાની જગ્યાએથી દોડવા લાગ્યા હતા. જોકે, પોલીસ દળે તેમણે સમજાવ્યુ અને કહ્યુ કે આગ મોટી નથી. કતારના આંતરિક મંત્રાલયે કહ્યુ કે આગ સ્થાનિક સમય અનુસાર બપોર પછી એક ટાપુ પર લાગી હતી, જે લુસૈલ શહેરનો ભાગ છે. લુસૈલ ટૂર્નામેન્ટ દરમિયાન કેટલીક મેચની યજમાની કરી રહ્યુ છે. લુસૈલ સ્ટેડિયમથી 3.5 કિલોમીટર દૂર આગ લાગી હતી.