અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને CNGની વધતી કિંમતો વચ્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી મહિલાઓ આખા વર્ષ દરમિયાન 1000 રૂપિયામાં સિટી બસમાં મુસાફરી કરી શકશે. પાલિકાએ મહિલાઓને સસ્તી ટ્રાન્સપોર્ટ સેવા આપવાનો નિર્ણય કર્યો છે. 1000 રૂપિયા ચૂકવ્યા બાદ મહિલાઓ મુસાફરી કરી શકશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર 1 એપ્રિલથી સરલ પાસ યોજના દ્વારા મહિલાઓ જાહેર પરિવહનમાં અમર્યાદિત મુસાફરી કરી શકશે. વિદ્યાર્થીઓ અને વડીલો બાદ હવે પાલિકાએ તેનો લાભ મહિલાઓને પણ આપવાનો નિર્ણય કર્યો છે. મહિલાઓ માટે આ છૂટ ઇલેક્ટ્રિક બસમાં પણ મળશે.
Advertisement
Advertisement
સુરતના મેયર હેમાલી બોગાવાલાએ કહ્યુ કે તેનાથી મહિલાઓ ઓછા રૂપિયા ખર્ચ કરીને મુસાફરી કરી શકશે. પાલિકાને આ નિર્ણય પછી પાસ ધારકોની સંખ્યા વધવાની આશા છે. અત્યાર સુધી તેનો લાભ માત્ર સીનિયર સીટિઝન અને વિદ્યાર્થીઓને જ મળતો હતો. પાલિકાનો આ નિર્ણય આગામી નાણાકીય વર્ષી શરૂઆત એટલે કે 1 એપ્રિલથી લાગુ થઇ જશએ. સુરતમાં પાલિકાની પોતાની બસ સેવા છે. બીઆરટીએસ દ્વારા રેપિડ રીતે દોડે છે. પાલિકાને આશા છે કે આ જાહેરાત પછી બીઆરટીએસના મુસાફરોની સંખ્યામાં વધારો થશે. જો મહિલા ત્રણ મહિનાનો પાસ બનાવે છે તો તેમણે 300 રૂપિયા આપવા પડશે. જો તે છ મહિનાનો પાસ બનાવડાવે છે તો આ પાસ 500 રૂપિયાનો હશે.
2.70 રૂપિયામાં પડશે દરરોજની મુસાફરી
સુરત મહાનગરપાલિકાની આ જાહેરાતની પ્રશંસા થઇ રહી છે, જેનાથી સાર્વજનિક પરિવહન સેવા મજબૂત થવાની આશા છે. પાલિકાની આ જાહેરાતને દરરોજના હિસાબથી જોઇએ તો એક દિવસ માટે સુરત મહાનગરપાલિકાને પોણા ત્રણ રૂપિયા આપવા પડશે. એક વખત પાસ બનાવી લેવા પર વારંવાર ટિકિટ લેવાની ઝંઝટ ખતમ થઇ જશે. આટલુ જ નહી મહિલાઓને મુસાફરીમાં સરળતા રહેશે, તેમનો સમય પણ બચશે. સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનર બન્ને મહિલાઓ છે. મેયરના પદ હેમાલી બોગાવાલા છે તો કમિશનર આઇએએસ શાલિની અગ્રવાલ છે. સુરતમાં ભાજપ લાંબા સમયથી પાલિકામાં સત્તામાં છે તો વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મહિલાઓ માટે મફત મુસાફરી છે.
Advertisement