Gujarat Exclusive > દેશ-વિદેશ > પંજાબ: મહિન્દ્રા કંપનીના શો-રૂમમાં આગ લાગતા 100 ગાડીઓ બળીને ખાખ

પંજાબ: મહિન્દ્રા કંપનીના શો-રૂમમાં આગ લાગતા 100 ગાડીઓ બળીને ખાખ

0
26

પંજાબના બઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભયાનક આગ લાગતા કરોડો રૂપિયાની ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. મળી રહેલી જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં 100થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ છે. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.

જોકે, આગના રૂદ્ધ સ્વરૂપ આગળ ફાયર વિભાગની 6 ગાડીઓ ઓછી પડી ગઈ હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોઈને ફાયર વિભાગની અન્ય ગાડીઓને પણ ઘટના સ્થળે પહોંચવા જાણ કરવામાં આવી હતી. જોકે, ત્યાર સુધીમાં અનેક ગાડીઓ રાખમાં ફેરવાઈ ગઈ હતી. શોરૂમના માલિકના જણાવ્યા અનુસાર, આગની ઘટનાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયો હોવાની આશંકા છે.

શો રૂમના માલિકના જણાવ્યા અનુસાર, નવી ગાડીઓની સાથે જ રિપેરિંગમાં આવેલી ગાડીઓ પણ બળીને ખાખ થઈ ગઈ છે. શોરૂમના મેનેજરે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન દર્શાવ્યું હતું. આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું તેનો સત્તાવાર આંકડો હજું સુધી સામે આવ્યો નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat