Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: પ્રહલાદનગરના કોમ્પલેક્સમાં ભીષણ આગ

અમદાવાદ: પ્રહલાદનગરના કોમ્પલેક્સમાં ભીષણ આગ

0
290

રાજ્યમાં આગ લાગવાની ઘટના સતત વધી રહી છે, ત્યારે આજે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ટીમ્બર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં આગની ઘટના સામે આવી છે. આ અંગેની માહિતી મળતા, ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કોમ્પ્લેક્સમાં ફસાયેલા લોકોના બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ, ટીમ્બર પોઈન્ટના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લગાવેલા મીટરમાં સ્પાર્ક થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ પર કાબુ મેળવવા 5 ફાયર ફાઈટરની ગાડીઓ અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. કોમ્પ્લેક્સના ચોથા માળે ફસાયેલા લોકોને બચાવવા માટે મોટી સીડી અને દોરડાની મદદ લેવામાં આવી રહી છે. જોકે આ આગના પગલે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.