નવી દિલ્હી: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક શરમજનક ઘટના સામે આવી છે. નશામાં ધૂત એક વ્યક્તિએ મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. મહિલા એર ઇન્ડિયાની બિઝનેસ ક્લાસમાં સફર કરી રહી હતી. પીડિત મહિલા સાથે બેઠેલા એક વ્યક્તિએ પેશાબ કર્યો હતો. કહેવામાં આવે છે કે વ્યક્તિ નશામાં હતો.
Advertisement
Advertisement
ન્યૂયૉર્કથી દિલ્હી આવતી હતી મહિલા
એર ઇન્ડિયાની બિઝનેસ ક્લાસમાં મહિલા પર પેશાબ કરવાની ઘટના 26 નવેમ્બરની છે. પીડિત મહિલા ન્યૂયૉર્કથી દિલ્હી આવતી હતી. આરોપ છે કે આરોપી વ્યક્તિ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
એર ઇન્ડિયાની સ્પષ્ટતા
ઘટના સામે આવ્યા બાદ એર ઇન્ડિયા તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. એર ઇન્ડિયાના અધિકારીઓએ કહ્યુ કે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ કહ્યુ કે આ ઘટના બાદ એક આંતરિક સમિતીની રચના કરવામાં આવી છે. આરોપી પુરૂષ મુસાફર નો ફ્લાઇ લિસ્ટમાં નાખવાની ભલામણ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ કે ઘટના સરકારી સમિતીના આધિન છે અને નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે.
DGCAનું નિવેદન આવ્યુ સામે
આ ઘટનાને લઇને ડીજીસીએનું નિવેદન સામે આવ્યુ છે. ડીજીસીએએ કહ્યુ કે આ ઘટના પર અમે એર લાઇન પાસે રિપોર્ટ માંગ્યો છે. બેદરકારી કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરીશુ.
Advertisement