Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ખેડૂત ભાઈઓ સાવધાન! ભારતના દુધાળા પશુઓને શિકાર બનાવી રહી છે એક જીવલેણ મહામારી

ખેડૂત ભાઈઓ સાવધાન! ભારતના દુધાળા પશુઓને શિકાર બનાવી રહી છે એક જીવલેણ મહામારી

0
270

વર્ષના શરૂઆતમાં જ કેરલના વાયનાડ જિલ્લાના કામ્મના ગામમાં એક અજીબ પરંતુ પરિચિત ભય પ્રસરેલો છે. અહીં ડર કેટલાક અંશે કોવિડ-19 જેવો જ છે. આ વરખતે વાયરસ પણ અલગ છે અને હોસ્ટ (વાયરસનો શિકાર) પણ અલગ છે.

કમ્મનાના રહેવાસી સાજી જોસેફ કહે છે કે, “મને ખબર નથી કે, મારી પાંચમાંથી ત્રણ જર્સી ગાયોને આ બિમારી ક્યારે થઈ અને કેવી રીતે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અચાનક તેજ તાવ સાથે તેમના શરીર પર ગાંઠો દેખાવા લાગી. એક સપ્તાહની અંદર તેઓ કમજોર થઈ ગઈ. ઓછા દૂધ ઉત્પાદનથી મને પ્રતિદિવસ 700 રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે.”

ગામના અન્ય 200 પશુપાલન કરતાં ખેડૂતો પણ આવી જ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. અહીં સુધી કે, આ રોગથી સંક્રમિત બળદ પણ કૃષિ કાર્ય કરવામાં અસમર્થ છે.

નોડ્યુલર ત્વચા રોગ (ગાંઠદાર ત્વચા રોગ: એલએસડી)

સ્થાનિક પશુચિકિત્સકોએ તેને નોડ્યુલર ત્વચાકોપ (એલએસડી) તરીકે ઓળખાવી છે. તે એક વાયરલ રોગ છે જે પશુઓમાં લાંબા સમય સુધી અસ્વસ્થાના કારણે આવે છે. તે સમગ્ર શરીરમાં બે થી પાંચ સેન્ટિમીટર વ્યાસના નોડ્યુલ્સ (ગાંઠ)ના રૂપમાં થાય છે. ખાસ કરીને માથા, ગળા, લિંબ્સ અને જનનાંગોની આસપાસ.

ગાંઠમાંથી ધીમે-ધીમે મોટા અને ઉંડા ઘાવ બની જાય છે. એલએસડી વાયરસ મચ્છરો અને ઈતરડીઓ દ્વારા સરળતાથી ફેલાય છે. આ લાળ અને ભોજનના માધ્યમથી પણ ફેલાય છે. પશુ ચિકિત્સકોનું કહેવું છે કે, આ બિમારીની હાલમાં કોઈ જ સારવાર ઉપલબ્ધ નથી. ભારતમાં આ પ્રથમ વખત જોવા મળી છે.

આફ્રિકાથી ભારત

ઐતિહાસિક રૂપથી એલએસડી આફ્રિકા સુધી સીમિત રહી છે, જ્યાં પ્રથમ વખત 1929માં શોધવામાં આવી હતી. પરંતુ હાલના વર્ષોમાં આ બિમારી અન્ય દેશોમાં ફેલાઈ છે. 2015માં તુર્કી અને ગ્રીસ જ્યારે 2016માં બાલ્કન, કોકેશિયાન દેશો અને રશિયામાં તબાહી મચાવી હતી.

જૂલાઈ 2019માં બાંગ્લાદેશ પહોંચ્યા પછી, તે એશિયન દેશોમાં ફેલાઈ રહી છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએફઓ) દ્વારા જોખમ મૂલ્યાંકન અહેવાલ મુજબ, આ બિમારી 2020ના અંત સુધી સાત એશિયન દેશો, ચીન, ભારત, નેપાળ, તાઈવાન, ભૂતાન, વિયેતનામ અને હોંગકોંગમાં ફેલાઈ ચૂકી હશે. તે ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયાના ઓછામાં ઓછા 23 દેશો પર એલએસડીનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ભારતમાં વિશ્વના સૌથી વધુ 303 મિલિયન પશુઓ છે. અહીં આ રોગ ફક્ત 16 મહિનામાં 15 રાજ્યોમાં ફેલાઇ ચૂક્યો છે. ઓગસ્ટ 2019માં, ઓડિશાથી એલએસડીનો પ્રથમ સંક્રમણ રિપોર્ટ થયો હતો. અધ્યયન સૂચવે છે કે દેશમાં વાયરસ પહેલાથી થોડો પરિવર્તિત થઈ શકે છે. જેમ કે, જબલપુરની વેટરનરી સાયન્સ એનિમલ હસબન્ડ્રી કોલેજમાં સહાયક પ્રોફેસર વંદના ગુપ્તાએ રિસર્ચમાં જોયું કે, વાયરસનો આ સ્વરૂપ ઓડિશામાં મળી આવેલા પહેલા વાયરસના સ્વરૂપથી અલગ છે.

તેઓ ચેતવણી આપે છે કે, “આપણે તત્કાલ રોગ નિવારણની રણનીતિ અપનાવવાની જરૂરત છે. આ બિમારી અન્ય દેશોમાં કેવી અસર કરે છે, તેની સરખામણીમાં અહીં અલગ રીતે અસર કરી શકે છે. કેમ કે, એલએસડી વાયરસ શીપ અને ગોટ પોક્સ સાથે સંબંધિત છે, આપણે તે સમજવું જરૂરી છે કે, શું આ ઘેટા અને બકરીઓમાં પણ ફેલાઈ શકે છે.”

એલએસડીનું સંક્રમણ પ્રકૃતિ અને અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડો, ગર્ભપાત અને વંધ્યત્વને જોતા વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન ફોર એનીમલ હેલ્થ (ઓઆઈઈ)એ આને નોટીફાએબલ (કાયદેસર રીતે સરકારી અધિકારીઓને જાણ કરવી) રોગ જાહેર કર્યો છે.