નવી દિલ્હી: મહારાણી એલિઝાબેથના નિધન પર બ્રિટનમાં શોકની લહેર છે. બ્રિટનમાં આજથી 10થી 12 દિવસ સુધી રાજકીય શોક મનાવવામાં આવશે. ભારતમાં પણ એક દિવસા રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે જાણકારી આપી છે કે ભારત સરકારે નિર્ણય કર્યો છે કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં 11 સપ્ટેમ્બરે એક દિવસનો રાજકીય શોક હશે.
Advertisement
Advertisement
બ્રિટનમાં આજે કિંગ ચાર્લ્સ બ્રિટનને પ્રથમ વખત સંબોધિત કરશે. દેશના નામે તેમનું સંબોધન મહારામી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર આધારિત હશે. મહત્વપૂર્ણ છે કે બ્રિટનના સૌથી લાંબા સમય સુધી રાજ કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર બાલ્મોરલ મહલ પરિસરની બહાર લોકોએ તેમણે શ્રદ્ધાંજલિ આપતા ફૂલ મુક્યા હતા.
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે શું કહ્યું?
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પોતાની સંવેદના વ્યક્ત કરતા કહ્યુ કે મહારાણી જ્ઞાન, પ્રેમ અને શાંતિનું એક ઉદાહરણ હતા, તેમણે કહ્યુ, દુનિયા આજે તેમના મહાન કાર્યોને યાદ કરી રહી છે જે તેમણે પોતાના પુરા શાસનકાળમાં કર્યા હતા.
ચીને પણ દુખ વ્યક્ત કર્યુ
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ચીનની રાજ્ય મીડિયાએ શી જિનપિંગ તરફથી આપવામાં આવેલા શોક સંદેશને લઇને જાણકારી આપી કે ચીની સરકાર, ચીનના લોકો અને ખઉદ તરફથી શી જિનપિંગે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. આ સાથે જ તેમણે શાહી પરિવાર અને બ્રિટનના લોકો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી હતી.
જિનપિંગે શુક્રવારે એલિઝાબેથ દ્વિતીયને યાદ કરતા કહ્યુ કે મહારાણી ચીનની યાત્રા કરનારી પ્રથમ બ્રિટિશ શાસક હતી, તેમણે 1986માં ચીનની યાત્રા કરી હતી, તેમનું મોત બ્રિટિશ લોકો માટે એક મોટી ક્ષતિ છે.
Advertisement