Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ‘સુરક્ષિત ગુજરાત’માં દર ચોથા દિવસે દલિત મહિલા સાથે થાય છે બળાત્કાર

‘સુરક્ષિત ગુજરાત’માં દર ચોથા દિવસે દલિત મહિલા સાથે થાય છે બળાત્કાર

0
126

ગુજરાતમાં પાછલા દસ વર્ષો દરમિયાન થયેલા અપરાધના આંકડાઓથી ખબર પડે છે કે, દર ચાર દિવસમાં અનુસૂચિત જાતિની એક મહિલા સાથે બળાત્કાર થાય છે.

આ જાણકારી ગુજરાત પોલીસ દ્વારા એક આરટીઆઈમાં બીબીસીને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જે આંકડાઓ પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે, તે સરકારના સુરક્ષિત ગુજરાતના દાવાઓની પોલ ખોલે છે.

મહાત્મા ગાંધીના ગુજરાતમાં ભયાનક આંકડાઓ પછી પણ રાજ્ય નેતાઓમાં આને લઈને મૌન દેખાય છે. સામાજિક કાર્યકર્તાઓ અનુસાર નેતાઓનું મૌન બંધારણીય વ્યવસ્થાની મજાક ઉડાવનાર છે.

14 એપ્રિલે ભીમરાવ આંબેડકરની 130મી જયંતી પર આંબેડકરવાદીઓએ માન્યું કે, ભારતીય સમાજમાં મહિલાઓ પ્રત્યે થનાર અપરાધનો શોક મનાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, જ્યારે આંબેડકર હંમેશા મહિલાઓની વિશેષ સુરક્ષા હિમાયતી રહ્યાં છે.

કાયદાકય રીતે ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પર અત્યાચાર રોકવા માટે ભારતમાં 1989થી જ એસસી-એસટી અત્યાચાર નિષેધાત્મક કાયદાઓ લાગું છે. આ કાયદાઓ 1955માં હેઠળ વિભિન્ન નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.

આ કાયદાઓનો હેતુ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર બીજી જાતિના લોકો દ્વારા કરવામાં આવતા અપરાધોને રોકવાનો છે. વિકસિત ગણાતા ગુજરાતમાં આ કાયદો હોવા છતાં પણ પાછલા દસ વર્ષોમાં મહિલાઓ સાથે બળાત્કારના કેસોમાં વધારો થયો છે.

નિષ્ણાતો અને સામાજિક કાર્યકર્તાઓનું માનવું છે કે, બીજા સમાજની મહિલાઓની સરખામણીમાં દલિત મહિલાઓને વધારે ખતરાનો સામનો કરવો પડે છે.

આરટીઆઈ હેઠળ માંગવામા આવેલી જાણકારી જવાબમાં ગુજરાત પોલીસે જણાવ્યું છે કે, પાછલા દસ વર્ષોમાં અનુસૂચિત જાતિની 814 મહિલાઓ સાથે બળાત્કારની ઘટના ઘટી છે. આ સમયગાળામાં અનુસૂચિત જનજાતિની 395 મહિલાઓ સાથે બળાત્કારની ઘટના થઈ છે.

જો આ આંકડાઓને વ્યવસ્થિત રીતે સમજીને વાર્ષિક સરેરાશ કાઢવામાં આવે તો દર ચાર દિવસમાં અનુસૂચિત જાતિ એટલે દલિત પરિવારની એક મહિલા સાથે બળાત્કાર થયો છે, જ્યારે પ્રત્યેક દસ દિવસમાં એક અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી પરિવારોની મહિલાઓને આ વ્યથા ભોગવવી પડી છે.

અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે બળાત્કારના સૌથી વધારે કેસ અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, સુરત અને ભાવનગર જિલ્લાામાંથી સામે આવ્યા છે.

અમદાવાદમાં દસ વર્ષો દરમિયાન 152 કેસ સામે આવ્યા છે, જ્યારે રાજકોટમાં 96 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા, સૂરત અને ભાવનગર ક્રમશ: 49, 45 અને 36 કેસ સાથે ત્રીજા નંબર, ચોથા અને પાંચમા નંબર પર છે.

10 વર્ષોમાં 395 દલિત મહિલાઓનો બળાત્કાર

પાછલા દસ વર્ષોમાં અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે બળાત્કારના કેસોને જોતા તે લગભગ બેગણા વધારે થઈ ગયા છે.

2011માં ગુજરાતમાં અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે બળાત્કારના 51 કેસ નોંધાયા છે. 2020માં આવા કેસોની સંખ્યા 102 થઈ ગઈ છે.

અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે-સાથે અનુસૂચિત જનજાતિની મહિલાઓ સાથે પણ બળાત્કારના કેસોમાં વધારો જોવા મળ્યો છે.

પાછલા દસ વર્ષોમાં ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની 395 મહિલાઓ સાથે બળાત્કાર થયો છે. આ દસ વર્ષોમાં સુરતમાં સૌથી વધારે 50 અનુસૂચિત જનજાતિની મહિલાઓ સાથે બળાત્કાર થયો છે, જ્યારે ભરૂચમાં 41, પંચમહાલમાં 25, સાબરકાંઠા અને બનાસકાંઠામાં 18-18 મહિલાઓ સાથે બળાત્કાર થયો છે.

2011માં જ્યાં 27 અનુસૂચિત જનજાતિની મહિલાઓ સાથે બળાત્કારના કેસ નોંધવામાં આવ્યા હતા તે 2020માં વધીને 46 થઈ ગયા છે.

દલિત કાર્યકર્તા ચંદૂ મેહરિયાએ બીબીસીને દલિત મહિલાઓ સાથે થઈ રહેલા અપરાધોની વધતી સંખ્યા પાછળનું કારણ જણાવતા કહ્યું, “મહિલાઓ ગરીબ ઘરોની છે. તેઓ સામાજિક સ્તરે એક સીમાંત (ખુબ જ નીચો)દરજ્જો ધરાવે છે. મહિલાઓ હોવાની સાથે-સાથે દલિત હોવાના કારણે પણ તેમનું જીવન વધારે મુશ્કેલીભર્યું હોય છે અને તેમને ખતરો વધારે હોય છે.”

દલિત મહિલાઓ વધારે ખતરામાં હોય છે?

ગુજરાતના સામાજિક કલ્યાણ વિભાગના ઉપનિર્દેશક પદથી સેવાનિવૃત થયેલા ડો હસમુખ પરમાર પણ માને છે કે, મહિલાઓનું દલિત થવું તેમના સાથે અપરાધ થવાની આશંકામાં વધારો કરે છે.

તેમને જણાવ્યું કે, જેમ કે, ગરીબની પત્ની બધાની ગુલામ (ग़रीब की जोरू, सबकी ग़ुलाम). દલિત મહિલાઓ સામે ખરતો વધારો હોય છે. આ તેમનું જેન્ડર અને સામાજિક દરજ્જાના કારણે થાય છે અને આ એક રીતે તેમની સામાજિક હત્યા છે.

અનુસૂચિત જનજાતિના હિતો માટે કામ કરનાર સંસ્તા આનંદી સાથે જોડાયેલા નીતા હાર્દિકરનું માનવું છે કે, બીજી મહિલાઓની સરખામણીમાં દલિત મહિલાઓ સાથે બળાત્કાર થવાની આશંકા વધારે હોય છે.

આના પાછળના કારણો જણાવતા નીતેએ કહ્યું, “અનુસૂચિત જનજાતિની મહિલાઓનો બીજી મહિલાઓની સરખામણીમાં સામાજિક દરજ્જો કેટલો ઓછો હોય છે, તેઓ અપરાધ કરનારાઓ જાણે છે અને તે તેમના મગજમાં હોય છે.”

ડો. હસમુખ પરમાર અનુસાર મોટાભાગના કેસો તો નોંધાતા પણ નથી. તેમને જણાવ્યું કે, “ગુજરાતના ગામડાઓમાં આજે પણ પીડિત પહેલા સરપંચ પાસે જાય છે. સ્થાનિક સ્તર પર અનેક કેસો ઉકેલવામાં આવે છે. પોલીસ અને અદાલત સુધી પહોંચતા જ નથી.”

આ કારણે વાસ્તવિક કેસો સામે આવતા નથી. નીતા હાર્દિકર પણ આ કારણ સાથે સહમત દેખાય છે.

તેમને જણાવ્યું, “જનજાતિય વિસ્તારોમાં પોલીસ અનુસૂચિત જનજાતિની મહિલાઓના કેસ પણ નોંધતી નથી. તે ઉપરાંત પિતૃસત્તાક સમાજ હોવાના કારણે ઘરના વડીલ કેસ નોંધાવતા નથી, તેમને પોતાના ઘર પરિવારની ચિતા હોય છે. તેથી અનેક કેસો ઈજ્જત અને જીવ બચાવવા માટે નોંધાતા નથી.”

દલિત કાર્યકર ચંદુ મહેરિયા પણ માને છે કે ‘સલામત ગુજરાત’ એ માત્ર સરકારની જાહેરાત છે. તેઓ માને છે કે સરકાર પછાત રાજ્યોની તુલનામાં ગુજરાતને સલામત માની રહી છે, જે ઉચિત નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat