Gujarat Exclusive > દેશ-વિદેશ > કેન્દ્રીય મંત્રીને તુરંત હટાવવામાં આવે, SCના બે જજોની તપાસ થાય, લખીમપુર ખીરીની લડાઇ રાષ્ટ્રપતિ ભવન પહોચી

કેન્દ્રીય મંત્રીને તુરંત હટાવવામાં આવે, SCના બે જજોની તપાસ થાય, લખીમપુર ખીરીની લડાઇ રાષ્ટ્રપતિ ભવન પહોચી

0
38

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં પ્રદર્શનકારી ખેડૂતો પર ગાડી ચઢાવવા અને તે બાદ ભડકેલી હિંસા મામલે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે રાષ્ટ્રપતિ ભવન જઇને મુલાકાત કરી હતી.

આ દરમિયાન પ્રતિનિધિમંડળે લખીમપુર ખીરી હિંસા મામલે તથ્યો સાથે જોડાયેલા એક મેમોરેન્ડમ પણ રાષ્ટ્રપતિને સોપ્યો છે અને આ મામલે પીડિત પક્ષને ન્યાય અપાવવા માટે દખલ આપવાની અપીલ કરી છે.

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે રાષ્ટ્રપતિને કહ્યુ કે આરોપીના પિતા જે ગૃહ રાજ્યમંત્રી છે તેમણે પદ પરથી હટાવી દેવા જોઇએ કારણ કે તેમની હાજરીમાં નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ સિવાય સુપ્રીમ કોર્ટના બે વર્તમાન જજો સાથે પણ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ આજે જ સરકારને આ મામલે ચર્ચા કરવા પર વિશ્વાસ અપાવ્યો છે.

આ પણ વાંચો: સાવરકરને રાષ્ટ્રપિતા જાહેર કરશે ભાજપ, રાજનાથના નિવેદન પર ઓવૈસીનો પલટવાર

પ્રતિનિધિમંડળમાં સામેલ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ, અમે રાષ્ટ્રપતિને લખીમપુર ખીરી કાંડના સબંધમાં તમામ જાણકારી આપી છે. અમારી 2 માંગો છે- વર્તમાન જજો પાસે સ્વતંત્ર તપાસ થવી જોઇએ અને ગૃહ રાજ્ય મંત્રી (અજય મિશ્રા ટેની)એ રાજીનામુ આપવુ જોઇએ અથવા સસ્પેન્ડ કરી દેવા જોઇએ.

કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી છતા કેન્દ્રીય મંત્રી અને તેમના પરિવાર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. આ પ્રતિનિધિમંડળમાં રાહુલ ગાંધી સિવાય એકે એન્ટની, મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસી વેણુગોપાલ અને અધીર રંજન ચૌધરી સામેલ હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat