Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગિરનારના 1900 થી 2000 પગથીયા વચ્ચે તૂટી ગયેલી દિવાલ યાત્રિકો માટે જોખમી

ગિરનારના 1900 થી 2000 પગથીયા વચ્ચે તૂટી ગયેલી દિવાલ યાત્રિકો માટે જોખમી

0
1

જૂનાગઢના ગિરનાર પર્વત પર 1900 થી 2000 પગથીયા વચ્ચે દિવાલ તૂટી ગઈ છે જેના લીધે યાત્રિકો પર જોખમ ઊભું થયું છે આ મુદ્દે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા પૂર્વ ધારાસભ્યએ ફરી કલેકટરને રજૂઆત કરી રીપેરીંગ કરવા અથવા કામ ચલાવવા આડશ મૂકવા માંગ કરી છે

ગત ચોમાસામાં થયેલા ભારે વરસાદના લીધે ગિરનારના પગથિયા પર ભારે પાણી આવ્યું હતું અને તેને લીધે 1900 થી 2000 પગથિયા વચ્ચે ૧૫ ફૂટ જેટલી સીડી ની સુરક્ષા દિવાલ તૂટી ગઈ હતી ગત રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા વખતે યાત્રિકોની સેવા માટે ગયેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ એ કલેકટરને રજૂઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી ગઈકાલે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી તેમાં પણ પૂર્વ ધારાસભ્ય અને તેની ટીમ સ્પર્ધકો ની સેવા માટે ગયા હતા પરંતુ હજુ તૂટી ગયેલી દિવાલ રિપેર થઈ નથી આગામી દિવસોમાં મહાશિવરાત્રી મેળો યોજાનાર છે,

ત્યારે અનેક યાત્રિકો રાત્રિના સમયે અને વહેલી સવારે ગિરનાર પર્વત પર જશે આજે યાત્રિકોની સલામતી માટે ગિરનારના પગથિયા તૂટી ગયેલી સુરક્ષા દિવાલ રિપેર કરવા અથવા કામચલાઉ ધોરણે આડશ મુકવા ફરી જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ એ કલેકટર અને રાજ્ય સરકારને પત્ર લખી તાત્કાલિક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે પરંતુ કમનસીબે એ છે કે આ વહીવટીતંત્રમાં સાંભળે કોણ તેવા સવાલો ઉઠયા છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat