નવી દિલ્હી: MCDની સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. બવાનાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પવન સહરાવત ભાજપમાં સામેલ થયા છે. આ સાથે જ ભાજપે સ્ટેન્ડિંગ કમિટીમાં પોતાના 3 કેન્ડિડેટને જીતાડવા લાયક વોટનો જુગાડ કરી લીધો છે. ભાજપે પોતાના ત્રણ કેન્ડિડેટને જીતાડવા માટે 105 કોર્પોરેટરની જરૂર હતી, તેની પાસે 104 કોર્પોરેટર હતા પરંતુ પવનના ભગવા દળમાં સામેલ થવાથી આ આંકડો 105 સુધી પહોચી ગયો છે.
Advertisement
Advertisement
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ મહેનત કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે મેયરના પદ પર AAPના શૈલી ઓબેરોયના ચૂંટાયા પછી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઇ શકી નહતી. સદનમાં બન્ને પક્ષના કોર્પોરેટરોએ વિવાદ ઉભો કર્યો હતો.
પવન સહરાવતે ભાજપમાં સામેલ થયા પચી કહ્યુ કે હજુ કેટલાક કોર્પોરેટર ભાજપમાં જોડાશે. સદનમાં જેવા જ વોટિંગ માટે તેમનું નામ બોલવામાં આવ્યુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ગદ્દાર-ગદ્દારના નારા લગાવ્યા હતા. બીજી તરફ સદનમાં મોબાઇલ પર રોકને ભાજપ પોતાની જીત માની રહી છે. 22 ફેબ્રુઆરીએ મેયરની ચૂંટણી યોજાઇ હતી, તે પછી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી હંગામાને કારણે થઇ શકી નહતી. માત્ર 47 કોર્પોરેટરના વોટ જ નાખવામાં આવ્યા હતા. ભાજપ ફરી ચૂંટણી કરવાની માંગ કરી રહ્યુ છે. આ પહેલા બુધવારે બપોરથી ગુરૂવાર સવાર સુધી સદનની કાર્યવાહી 6 વખત સ્થગિત કરવામાં આવી હતી.
MCDની સ્ટેન્ડિંગ કમિટી પર આટલો વિવાદ કેમ?
સ્ટેન્ડિંગ કમિટી જ MCDમાં સૌથી તાકાતવર છે. આ કમિટી કૉર્પોરેશનના કામકાજ અને મેનેજમેન્ટનું કામ જુવે છે. આ સિવાય પ્રોજેક્ટને નાણાકીય મંજૂરી, નીતિઓ લાગુ કર્યા પહેલા ચર્ચા અને તેને અંતિમ રૂપ આપવાનું કામ પણ આ કમિટીના હાથમાં છે. મહાનગરપાલિકાનો મુખ્ય ડિસીઝન-મેકિંગ બૉડી આ કમિટી જ છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં 18 સભ્ય હોય છે. આ કમિટીમાં એક ચેરપર્સન અને ડેપ્યુટી ચેરપર્સન હોય છે, તેમણે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યમાંથી ચૂંટવામાં આવે છે. મેયરની ચૂંટણી થયા પછી 6 સભ્યોને એમસીડી હાઉસમાં સીધા ચૂંટવામાં આવે છે. દિલ્હીમાં MCD 12 ઝોનમાં વહેચાયેલી છે. દરેક ઝોનમાં એક વોર્ડ કમિટી હોય છે અને જેમાં વિસ્તારના તમામ કોર્પોરેટર અને નોમિનેટ એલ્ડરમેન સામેલ હોય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ઝોન પ્રતિનિધિ પણ હોય છે. એવામાં જો અહી પણ ભાજપ હારે છે તો તેમની પાસે એમસીડીમાં કઇ નહી બચે.
Advertisement