દમણ: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં એક નવ વર્ષના બાળકનો શબ વલસાડમાં મળવાના એક અઠવાડિયા પછી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. બન્નેની રૂપિયાની લાલચમાં એક જાદૂ ટોણાના રીવાજ માટે બાળકની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
29 ડિસેમ્બરે ગાયબ થયુ હતુ બાળક
પોલીસે આ ઘટનાને લઇને એક 16 વર્ષીય સગીરની પણ અટકાયત કરી છે. પોલીસ અનુસાર દાદરા નગર હવેલીના સિલવાસા નજીક સયાલી ગામના રહેવાસી 9 વર્ષીય ચૈતા ગણેશભાઇ કોહલા 29 ડિસેમ્બરે પોતાના ઘરની બહારથી ગાયબ થઇ ગયો હતો. વલસાડના વાપી તાલુકાના કારવાડ ગામમાં એક નહેરમાં તેનો શબ મળ્યો હતો. શબમાંથી માથુ અને જમણો પગ ગાયબ હતો. ગાયબ અંગ 5 જાન્યુઆરીએ સયાલી ગામમાં કબ્રસ્તાન પાસે જપ્ત થયુ હતુ.
પરિવાર અને ગ્રામજનોએ લગાવ્યો જાદુ ટોણામાં હત્યાનો આરોપ
તે બાદ યુવકના પરિવારના સભ્ય અને ગ્રામીણોએ આરોપ લગાવ્યો કે બાળક જાદૂ ટોણાનો શિકાર બન્યો છે. બાળકનું શબ ખરાબ હાલતમાં મળવાના એક દિવસ પછી પોલીસે 16 વર્ષીય યુવકની અટકાયત કરી હતી, તેને બાળકની હત્યામાં સામેલ થવાનો ખુલાસો કર્યો હતો. આ ઘટનામાં તેને પોતાના બે મિત્ર વિશે પણ જણાવ્યુ હતુ.
સગીરની મદદ કરનારા બે આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી. બન્ને આરોપીની ઓળખ વાપી તાલુકાના કરાડ ગામના 28 વર્ષના શૈલેષ કોહકેરા અને ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મૂળ રહેવાસી અને ડીએનએચના અથલ ગામના રહેવાસી 53 વર્ષીય રમેશ સાંવરના રૂપમાં કરવામાં આવી છે.
You Tube પર વીડિયો જોઇ પૈસાની લાલચમાં કરી હત્યા
પોલીસને મળતી જાણકારી અનુસાર કસ્ટડીમાં લેવામાં આવેલા સગીરે ચૈતાનું અપહરણ કર્યુ હતુ, તેને You Tube પર વીડિયો જોયો હતો કે કેવી રીતે મોટી રકમ મેળવવા માટે નર બલી આપવામાં આવે છે. શૈલેષ અને રમેશએ અપહરણ કરેલા બાળકને મારવામાં તે સગીરની મદદ કરી હતી. ત્રણેય આ અંધવિશ્વાસના ચક્કરમાં ગંભીર ગુનો કરી બેઠા હતા.
સગીર આરોપીને ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો
દાદરા અને નગર હવેલીના પોલીસ વડા આરપી મીણાએ કહ્યુ કે આ ઘટનામાં કસ્ટડીમાં લેવામાં આવેલા 16 વર્ષીય સગીરને સૂરતના ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે, તેમણે જણાવ્યુ કે પોલીસે આરોપીઓ દ્વારા હત્યા માટે ઉપયોગ કરવામાં આવેલા ધારદાર હથિયારો જપ્ત કર્યા છે, તેમના વિરૂદ્ધ આઇપીસીની કલમ 302 (હત્યા), 201 (ગુનાના પુરાવા મીટાવવા) અને 120 (બી) (ગુનાહિત ષડયંત્ર) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મીણાએ કહ્યુ કે આ ઘટનામાં પોલીસ વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
Advertisement