Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુનેગારો પણ હવે પોતાના ઘરમાં થયા લોકડાઉન, રાજયનો ક્રાઈમરેટ ઘટ્યો

ગુનેગારો પણ હવે પોતાના ઘરમાં થયા લોકડાઉન, રાજયનો ક્રાઈમરેટ ઘટ્યો

0
274

શહેરમાં ચોરી, લૂંટ, હત્યા, મારામારી, બળાત્કાર તેમજ અકસ્માત જેવી ગંભીર ક્રાઇમની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી હતી જોકે કોરોના વાયરસની મહામારી બાદ કેન્દ્ર સરકારે આપેલા લોકડાઉન બાદ ઘટનાઓમાં ઘટાડો થઇ ગયો છે. ગુનેગારો પણ લોકડાઉનનું ચુસ્ત પણ પાલન કરી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે કારણકે શહેરમાં ક્રાઇમરેટ 99.9 ટકા ઘટી ગયો છે.

કોરોના વાયરસની દહેશત ચારેય તરફ જોવા મળી રહી છે. સતત વધી રહેલા કોરોનાના કેસને લઇને પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કડક બની છે અને તેમને લોકડાઉન વધારીને 3જી મે સુધીનું કરી દીધુ છે. રાજ્ય સરકારે કોરોના કેસો વધતા શહેરના કેટલાક વિસ્તારોમાં કરફ્યુ પણ લગાવી દીધો છે જેના કારણે કોઇપણ વ્યકિત બહાર નીકળવાની હિમત કરી રહ્યો છે. લોકડાઉનના સમયમાં પોલીસ ઠેરઠેર રોડ પર આવીને કડક બની છે ત્યારે ગુનેગારો પણ હવે પોતાના ઘરમાં લોકડાઉન થઇ ગયા હોય તેવુ લાગી રહ્યુ છે.

લોકડાઉન પહેલા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં રોજરોજ અસંખ્ય ક્રાઇમની અલગ અલગ ઘટનાઓની ફરિયાદ નોંધાતી હતી. પોષ વિસ્તારોમાં ચોરી, લૂંટ અકસ્માતની ઘટનાઓ બનતી હતી જ્યા કોટપારના વિસ્તારોમાં હત્યા, મારમારી તેમજ અનેક ગંભીર ગુનાઓની ઘટના ઘટતી હતી. અમદાવાદના ફરતે હાઇવે ઉપર પણ દર એકાદ બે દિવસે અકસ્માતની ઘટના ઘટની હતી. લોકડાઉનની શરુઆત થઇ ત્યારથી લઇને અત્યાર સુધી ક્રાઇમની ઘટનામાં એકદમ નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એક પોલીસ અધિકારીએ નામ નહી બતાવવાની શરતે જણાવ્યુ છે કે શહેરમાં ક્રાઇમનો રેશીયો 0.1 ટકા થઇ ગયો છે. હાલ પોલીસ સ્ટેશનમાં માત્ર જાહેરનામા ભંગની ફરિયાદો નોંધાઇ રહી છે ત્યારે બીજા અન્ય ગુનોઓનું પ્રમાણ નહીવત પ્રમાણ થઇ ગયુ છે. આ મામલે અમદાવાદ શહેર પોલીસ કમીશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યુ છેકે હાલ ક્રાઇમરેટ ઓછો થઇ ગયો છે ચોરી, ચેઇનસ્નેચીગ, વાહનચોરી અને બીજા અન્ય સિરીયસ ક્રાઇમની કોઇ ઘટના લોકડાઉન સમયે બની નથી.

અમદાવાદ સિવિલના સુપ્રિ.ના પુત્રને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં