Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > સુરતમાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ, રસ્તાઓ નદીમાં ફેરવાયા

સુરતમાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ, રસ્તાઓ નદીમાં ફેરવાયા

0
2293

રાજયમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં સૌરાષ્ટ્ર સહિત ઘણી એવી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જયારે સુરત જિલ્લાના ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દિયોદર અને અમરેલીમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસદા વરસી રહ્યો છે. જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણીથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જસદણ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વડોદરા અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ

આજે વહેલી સવારથી જ વડોદરા અને છોટાઉદ્દેપુરમાં ધોધમાર વરસાદ થયો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહન ચાલકો પણ અટવાયેલા જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત થઈ છે. જ્યારે પાવી જેતપુરની સાથે છોટાઉદેપુર અને સંખેડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ

સૌરાષ્ટ્રમાં આજે પાંચમાં દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં આજે પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહલો છે. કારણ કે ધીમી ધારે વરસાદ પડે તે બધું પાણી જમીનમાં ઉતરે છે અને વાવણી સારી થાય છે તેવું ખેડૂતોનું માનવું છે. અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના માણસા, લોક, હેમાળ, દુધાળા, સરોવડા, કાતર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ખાંભામાં આજે ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન થયું હતું.

સવારે અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદી પાણીથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આથી થોડીવાર માટે વાહનચાલકો અને રાહદારીઓ થંભી ગયા હતા. રાજુલાના જીંજકા, ડંગુ, માંડળ સહિત આસપાસના ગામોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. ખેતરો પાણી પાણી થઇ ગયા છે. જસદણ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. જસદણના આટકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સુરતમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ નદીમાં ફેરવાયા

વહેલી સવારથી સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે. ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. BRTS રૂટ પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. શહેરના જુદા જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મોડીરાતથી સુરત શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે અચાનક વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે વહેલી સવારે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. શહેરમાં સવારે 6 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 6 મીમી, સાઉથ ઝોનમાં 8 મીમી, અને સાઉથ વેસ્ટ ઝોનમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં આતંકી હુમલાનું ષડયંત્ર, ATS સહિત અન્ય એજન્સી સતર્ક