અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આગામી વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2023-24નું 8400 કરોડનું બજેટ રજૂ કરાયુ છે. 10 વર્ષ પછી મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ મિલકતો માટે પ્રતિ ચો.મી.9નો વધારો કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23નું 8111 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનરે ગત વર્ષે રજૂ કર્યુ હતુ. જેમાં આ વખતે 300 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ હવે સ્થાયી સમિતિ દ્વારા તેમાં સુધારા-વધારા કરીને જનરલ બોર્ડમાં મુકવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ રજૂ
વર્ષ 2023-24નું 8400 કરોડનું બજેટ રજૂ
રહેણાક મિલકતો માટે પ્રતિ ચો.મી. 7 રૂપિયાનો વધારો
કોમર્શિયલ મિલકતો માટે પ્રતિ ચો.મી. 9 રૂપિયાનો વધારો
પાણી અને કોન્ઝર્વન્સી વેરામાં હાલ કોઇ વધારો નહી
પર્યાવરણના રક્ષણ માટે પ્રથમ વખત AMCએ યુઝર ચાર્જ લેવાની દરખાસ્ત કરી
10 વર્ષ પછી મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો
તમામ ટેક્સમાં વધારો કરવાની દરખાસ્ત મુકવામાં આવી
ખાનગી વાહનોના વપરાશને ઘટાડવા નવા વેરા નાખવામાં આવ્યા
અમદાવાદમાં 5 આઇકોનિક રોડ બનશે
એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ બનશે
એરપોર્ટથી ડફનાળા સુધી રોડ બનશે
રાજપથ ક્લબથી એસપી રિંગ રોડ બનશે
વિસતથી ઝુંડાલ સુધીનો રોડ બનશે
વિસરથી તપોવન સુધી આઇકોનિક રોડ બનશે
Advertisement