Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > 83 ફિલ્મની રિલીઝ પછી રણવીર સિંહે કર્યા અનેક રોમાંચક ખુલાસા

83 ફિલ્મની રિલીઝ પછી રણવીર સિંહે કર્યા અનેક રોમાંચક ખુલાસા

0
1

બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ, જેને ’83’માં કપિલ દેવની ભૂમિકા ભજવવા બદલ ક્રિકેટ અને સિનેમા ચાહકો તરફથી પ્રેમ અને પ્રશંસા મળી રહી છે, તેણે ખુલાસો કર્યો છે કે તેણે તે ઐતિહાસિક બેકવર્ડ (પાછળની તરફ દોડતા) કેચને પૂરો કરવામાં છ મહિના લાગ્યા હતા, જેને મહાન ક્રિકેટરે 25 જૂન 1983માં મદનલાલના બોલ પર સર વિવિયન રિચર્ડસનને આઉટ કરવા માટે કર્યો હતો.

’83’ને બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ મળી છે. રણવીરને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મને ભારત સહિત વિશ્વભરમાંથી અપાર પ્રેમ અને આદર મળ્યો છે.

લોકો ફિલ્મને પસંદ કરી રહ્યાં છે – રણવીર સિંહ

રણવીર ’83’ની સ્ક્રીનિંગ માટે રાષ્ટ્રીય રાજધાનીમાં હતો અને IANSને તેની સાથે વાત કરવાનો મોકો મળ્યો. બહુ-પ્રતિભાશાળી અભિનેતાએ સુપ્રસિદ્ધ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડરોમાંના એક કપિલ દેવની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતી.

રણવીરે ખાસ કરીને ‘બાજીરાવ’, ‘પદ્માવત’, ‘સિમ્બા’ અને ‘ગલી બોય’થી લઈને ’83’ સુધીની દરેક ફિલ્મમાં પોતાના રોલથી બધાને પ્રભાવિત કર્યા છે. તેણે ભારતીય સિનેમાના ઈતિહાસમાં શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક તરીકે પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.

રણવીરે IANS ને કહ્યું- “આ સમયે મને જે પ્રકારના સંદેશાઓ મળી રહ્યા છે તેનાથી હું અભિભૂત છું. દરેક જણ ફિલ્મને પ્રેમ કરી રહ્યા છે – સુનીલ ગાવસ્કર સર, મદન લાલ સર, કપિલ સર, મારા ગુરુ બલવિંદર સિંહ સંધુ સર, પીઆર માન સિંહ સર. મેસેજ કર્યા છે અને મારા કામના વખાણ કર્યા. જ્યારે આવી મહાન હસ્તીઓ તમારા કામની પ્રશંસા કરે ત્યારે તમે વધુ શું ઈચ્છો છો.”

કપિલ દેવની જેમ કેચ પકડવામાં 6 મહિના લાગ્યા

“ખરેખર, મારું બાયોમિકેનિક્સ કપિલ સરના કરતાં અલગ છે. હું ‘સિમ્બા’ (ફિલ્મ)માંથી આવ્યો હતો અને જેથી મારા મસ્લ્સ કપિલ સર કરતાં મોટા હતા. તેથી સંધુ સરે મને એથ્લેટિક ફિઝિક્સમાં આવવા કહ્યું,”

જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે આખરે એક મહાન ઓલરાઉન્ડરની જેમ પેસ અને આઉટસ્વિંગ મેળવવામાં સફળ રહ્યો છે, ત્યારે રણવીરે કહ્યું, “પછી તો મેં અનેક સ્ટમ્પ ઉડાવ્યા, હું સ્વિંગ વિશે કહી શકતો નથી, પરંતુ હું ખરેખર સારી બોલિંગ કરી રહ્યો હતો.

રણવીરે પણ કપિલ દેવના પ્રખ્યાત બેકવર્ડ-રનિંગ કેચને સર વિવિયન રિચર્ડ્સનો પકડેલા કેચ અંગે પણ વાત કરી હતી, જેણે લોર્ડ્સમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ અંગે રણવીરે કહ્યું, “તે કેચને વ્યવસ્થિત કરવામાં મને છ મહિના લાગ્યા હતા. પાછળની તરફ દોડીને પકડવો મુશ્કેલ હતો. તેથી સંધુ સર બોલ ફેંકતા હતા અને મારે દોડીને તેને પકડવો પડતો હતો.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે ચામડાનો બોલ છે કે નહીં? રણવીરે જવાબ આપ્યો, “હા, તે ચામડાનો બોલ હતો.”

તેમણે કહ્યું, “મેં ઘણી વખત તેની પ્રેક્ટિસ કરી હતી અને સંધુ સર મને આશ્વાસન ઇનામ તરીકે બેટિંગ કરવા માટે છ ઓવર આપતા હતા જે મને સૌથી વધુ પસંદ હતા. મને એક લક્ષ્ય આપવામાં આવતો હતો અને મારે તેનો પીછો કરવો પડતો હતો. તે મજેદાર હતું.”

ઝિમ્બાબ્વે સામે કપિલની 175 રનની ઈનિંગ રેકોર્ડ થઈ શકી ન હતી કારણ કે તે દિવસે બીબીસીના કર્મચારીઓ હડતાલ પર હતા. તેવામાં તેવી ઈનિંગની નાનામાં નાની વાતોને શિખવી ખુબ જ કઠિન વસ્તુઓ છે.

“કોઈ શંકા નથી કે તે મુશ્કેલ હતું, કારણ કે તેનું કોઈ વિડિયો રેકોર્ડિંગ નથી. અને કપિલ સર માટે પણ મને ખરાબ લાગી રહ્યું છે. તે ક્રિકેટ ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક હતી, હવે લોકો ફિલ્મ દેખ્યા પછી જ તેની પ્રશંસા કરે છે, અને માહિતી મળી રહી છે કે, તે વખતે તેવું તેમને કેવી રીતે કર્યું હશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat