Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ‘ખેડૂત અકસ્માત વિમા’ના 83 ખેડૂતોને ચૂકવવામાં આવ્યા 83 લાખ રૂપિયા

‘ખેડૂત અકસ્માત વિમા’ના 83 ખેડૂતોને ચૂકવવામાં આવ્યા 83 લાખ રૂપિયા

0
700

ગુજરાત સરકાર તરફથી ખેડૂત અકસ્માત વિમાની યોજના હેઠળ રાજ્યના 83 ખેડૂતોને વીમાની રકમની ચૂંકવણી કરવામાં આવી છે. કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ખાતેદાર ખેડૂતોને અકસ્માત સમયે સહાયરૂપ થવા માટે ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજના જાહેર કરી છે. જે હેઠળ મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2 લાખ અને 1 આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા 1 લાખની સહાય ચુકવવામાં આવે છે. આ યોજના ખેડૂતો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બની છે.

આજે વિધાનસભા ખાતે રાજકોટ જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજના’ની સહાયની અરજીઓના પ્રશ્નમાં મંત્રી પરમારે કહ્યું કે, રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ કુલ 132 અરજી આવી હતી તે પૈકી 83 અરજીઓ મંજૂર કરાઇ છે અને રૂ. 83 લાખની સહાય ચૂકવાઇ છે. 18 અરજીઓ નામંજૂર કરાઇ છે. જ્યારે 31 અરજીઓ અપૂરતા ડોક્યુમેન્ટના કારણે બાકી છે. મંત્રી પરમારે વધુમાંઉમેર્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો માટેની આ યોજના હેઠળ ભૂતકાળમાં જે સહાય અપાતી હતી તે બમણી કરી દીધી છે. જ્યારે યોજનાનો વ્યાપ વધારીને ખેડૂત ખાતેદારના કોઇપણ સંતાનને અકસ્માત સમયે આ યોજના હેઠળ આવરી લેવાય છે.

આ યોજના હેઠળ અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી અપંગતા બે આંખ કે બે અંગ અથવા બે હાથ કે બે પગ ગુમાવવાના કિસ્સામાં કે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100 ટકા લેખે રૂપિયા બે લાખની સહાય, જ્યારે અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા લેખે રૂપિયા એક લાખની સહાય ચુકવવામાં આવે છે. યોજનામાં ખાતેદાર ખેડૂતના પ્રથમ થાત સંતાન (પુત્ર/પુત્રી) ના બદલે ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાનોને લાભ આપવામાં આવે છે. વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂત એટલે કે મહેસુલ રેકોર્ડ અનુસાર 7/12, 8-અ અને હક પત્રક-6માં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાયેલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મત્સ્ય ઉત્પાદનના પેકેજિંગ અને પ્રોસેસિંગના નવા પ્લાન્ટમાં 500 લાખની સહાય

મત્સ્ય ઉદ્યાગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, મત્સ્ય ઉત્પાદનના પેકેજિંગ અને પ્રોસેસિંગના નવા પ્લાન્ટ માટે સરકારી મંડળીઓને સહાય ચુકવવામાં આવે છે. રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાં પેકેજિંગ અને પ્રોસેસિંહ પ્લાન્ટ અંતર્ગત સહાય માટે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રોસેસિંગ યૂનિટ સ્થાપવા માટેની યુનિટ કોસ્ટ રૂપિયા 1000 લાખના 50 ટકા રૂપિયા 500 લાખ અથવા ખરેખર ખર્ચની સાથે મહત્તમ 500 લાખની સહાય ચુકવવામાં આવ છે.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાશે