Gujarat Exclusive > દેશ-વિદેશ > “82 કરોડ લોકો પર્યાપ્ત ભોજન વિહોણા, લાખો ટનથી અનાજ થઇ રહ્યો છે બર્બાદ”

“82 કરોડ લોકો પર્યાપ્ત ભોજન વિહોણા, લાખો ટનથી અનાજ થઇ રહ્યો છે બર્બાદ”

0
280

સંયુક્ત રાષ્ટ્ર મહાસિચવ એતોનિયો ગુતારેસે વૈશ્વિક ખાદ્ય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે આ ચિંતા વ્યક્ત કરી છે કે, વિશ્વમાં 82 કરોડ લોકોને ખાવા માટે પર્યાપ્ત ભોજન નથી, જ્યારે તેની સામે પ્રતિવર્ષે એક અબજ ટનથી વધારે અન્ન બર્બાદ થઇ રહ્યો છે.

વિશ્વ ખાદ્ય દિવસ પર બુધવારે સંયુક્ત રાષ્ટ્ર, ભારત તરફથી રજૂ કરેલ જાહેરાતમાં ગુતારેસે કહ્યું, ‘તે અસ્વીકાર્ય (વાત) છે કે, હાલના સમયમાં ભૂખનો વિષય વધી રહ્યો છે જ્યારે દુનિયા દર વર્ષે એક અબજ ટન ભોજન બર્બાદ થઇ રહ્યો છે.’

તેમને કહ્યું કે, દુનિયામાં બે અબજ પુરૂષ, મહિલા અને બાળકો મોટાપાથી ગ્રસ્ત છે. ખરાબ ભોજન બિમારી અને મોતના ખતરાને વધારી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે કહ્યું, ‘એવામાં સમય આવી ગયો છે કે, આપણે જે ઉત્પાદન કરીએ છીએ અને જે વાપરીએ છીએ, તેમા પરિવર્તન કરવાાં આવે અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરીએ.’

તેમને કહ્યું, ‘વિશ્વ ખાદ્ય દિવસ દુનિયામાં ભૂખને શૂન્ય કરવા (ખત્મ કરવા)નું આહ્વાન કરે છે, જ્યાં બધા માટે પોષણક્ષમ ભોજન ઉપલબ્ધ થાય.’

અમિત શાહ બદલશે ભારતનો ઇતિહાસ!, ગૃહમંત્રીએ કહ્યું- ક્યાર સુધી અંગ્રેજોને ગાળો બોલીશુ