નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરથી દેશની સ્થિતિ ઘણી ખરાબ થઇ ગઇ છે. ભારતમાં કોરોના એટલો ઝડપથી ફેલાઇ રહ્યો છે કે લોકોમાં ડરનો માહોલ છે. આ મહામારી સામે લડવા માટે પીએમ મોદીએ 11 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓને તેમના રાજ્યની સ્થિતિની જાણકારી મેળવી હતી. આ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ મહામારી વચ્ચે ફરી એક વખત સરકારી ખજાનો ખોલી દીધો છે.
કેન્દ્ર સરકારે કોરોના મહામારીના વધતા પ્રકોપને જોતા નિર્ણય કર્યો છે કે મે અને જૂનમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત ખાદ્યાન્ન વિતરણ કરવામાં આવશે. આ યોજનાનો લાભ 80 કરોડ ગરીબ પરિવારોને મળશે. જાણકારી અનુસાર, ભારત સરકાર આ પહેલ પર 26,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે.
कोरोना के बढ़ते प्रभाव को देखते हुए ₹26,000 करोड़ से प्रधानमंत्री गरीब कल्याण योजना के अंतर्गत दो महीने तक 5 किलो अनाज देने के निर्णय पर @narendramodi जी का अभिनंदन करता हूँ। इससे देश के करीब 80 करोड़ लोगों को लाभ मिलेगा। मोदी सरकार इस आपदा में हर कदम देशवासियों के साथ खड़ी है।
— Amit Shah (@AmitShah) April 23, 2021
ઓક્સીજનના પુરવઠા પર PM મોદીએ શું કહ્યુ
ઓક્સીજનના પુરવઠા વિશે રાજ્યો તરફથી ભરવામાં આવેલા મુદ્દા પર વડાપ્રધાને કહ્યુ કે તેનો પુરવઠો વધારવાને લઇને સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેમણે કહ્યુ કે તમામ સબંધિત વિભાગ અને મંત્રાલય આ દિશામાં મળીને કામ કરી રહ્યા છે, તેમણે કહ્યુ કે ઔધોગિક ઉપયોગમાં આવતા ઓક્સીજનને પણ તબીબી ઓક્સીજનની જરૂરતો માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ઓક્સીજન ટેન્કરોને મોકલવા અને પછી તેમની વાપસીમાં લાગતા સમયને ઓછો કરવા માટે રેલ્વે, વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. વડાપ્રધાને તમામ રાજ્યો સાથે મળીને કામ કરીને અને દવા અને ઓક્સીજન સબંધિત જરૂરીયાતોને પુરી કરવા એક બીજાનો સહયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. સાથે જ તેમણે રાજ્યોને ઓક્સીજનની જમાખોરી અને કાળાબજારી રોકવાનો આગ્રહ કર્યો છે, તેમણે કહ્યુ, જો અમે એક રાષ્ટ્ર તરીકે કામ કરીશુ તો સંસાધનોની કોઇ કમી નહી થાય. બેઠકની મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને દિલ્હી સહિત કેટલાક અન્ય રાજ્યના મુખ્યમંત્રી સામેલ થયા હતા.
દેશમાં કોરોનાના રેકોર્ડ 3,32,730 નવા કેસ
દેશમાં શુક્રવારે એક જ દિવસમાં રેકોર્ડ કોરોનાના 3,32,730 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં સંક્રમણના કુલ કેસ વધીને 1,62,63,695 થઇ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના શુક્રવાર સુધીના આંકડા અનુસાર, 24 લાખથી વધુ લોકો હજુ પણ સંક્રમણની ઝપટમાં છે જ્યારે 2,263 વધુ લોકોના મોત થયા બાદ મૃતક સંખ્યા 1,86,920 પર પહોચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં દર્જ કોવિડ-19ના કેસના 75.01 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કેરળ, ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સંક્રમણમાં રોજ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: મીટિંગમાં કેજરીવાલની PM મોદીને અપીલ- સેના પોતાના હાથમાં લે તમામ ઓક્સીજન પ્લાન્ટ
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં સંક્રમણના સૌથી વધુ રોજના કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 67,013 નવા કેસ સામે આવ્યા છે. તે બાદ ઉત્તર પ્રદેશમાં 34,254 કેસ જ્યારે કેરળમાં સંક્રમણના 26,995 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાત અને 11 રાજ્ય- મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કેરળ, તમિલનાડુ, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સંક્રમણના રોજના કેસમાં વધારો થઇ રહ્યો છે.