Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Breaking: આઠ પ્રોબેશનર IPS પોસ્ટિંગ, 15 ડીવાયએસપીની બદલી

Breaking: આઠ પ્રોબેશનર IPS પોસ્ટિંગ, 15 ડીવાયએસપીની બદલી

0
620

અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના એસીપી તરીકે ડી.પી. ચુડાસમાની નિમણૂંક

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: રાજ્ય સરકારે આજે રવિવારે મોડી સાંજે ગુજરાત કેડરના 2016, 2017અને 2018 બેંચના આઠ પ્રોબેશનર આઈપીએસને ડીવાયએસપી તરીકે પોસ્ટિંગ આપ્યું છે. તે ઉપરાંત 15 ડિવાયએસપીની આંતરિક બદલીઓ પણ કરી છે. લાંચ રિશ્વત બ્યૂરો અમદાવાદના ડીવાયએસપી ડીપી ચુડાસમાને અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના નવા એસીપી તરીકે નિમણૂંક આપી છે. જ્યારે હાલના એસીપી બીવી ગોહીલની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે.

રાજ્ય સરકારે ગુજરાતના કેડરના 2016, 2017 અને 2018 બેંચના આઠ પ્રોબેશનર IPSની નિમણૂંક કરી છે. જેમાં 2016 બેંચના સુરેન્દ્રનગરના પ્રોબેશનર આઈપીએસ શૈફાલી બરવાલને દાહોદ ડીવાયએસપી તરીકે મુક્યા છે. 2017 બેંચના ડો. લવીના સિંહાને વિરમગામ ડીવાયએસપી બનાવ્યા છે. બનાસકાંઠાના પ્રોબેશનર આઈપીએસ અભય સોનીને અમરેલી ડીવાયએસપી જ્યારે અમરેલી જિલ્લા પ્રોબેશનર આઈપીએસ સુશિલ અગ્રવાલને બનાસકાંઠાના પાલનપુરના ડીવાયએસપી બનાવ્યા છે. 2018 બેંચના જામનગર પ્રોબેશનર આઈપીએસ હસન શફિન મુસ્તફા અલીને ભાવનગર ડીવાયએસપી બનાવ્યા છે. પંચમહાલના પ્રોબેશનર પૂજા યાદવના બનાસકાંઠા જિલ્લાના થરાદ ડીવાયએસપી બનાવ્યા છે. વડોદરા ગ્રામ્યના પ્રોબેશનર આઈપીએસ વિકાસ સૂંડા ભરૂચ ડીવાયએસપી બનાવ્યા છે. વલસાડના પ્રોબેશનર આઈપીએસ ઓમ પ્રકાશ જાટને ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ ડીવાયએસપી બનાવ્યા છે.

આ પણ વાંચો: આવતીકાલથી સંસદનું સત્રઃ કોરોના, અર્થવ્યવસ્થા અને સરહદ વિવાદ અંગે સરકારને ઘેરવાની વિપક્ષની તૈયારી

રાજ્ય સરકારે આ ઉપરાંત 15 ડીવાયએસપીની બદલીના હુકમો કર્યા છે. પાલનપુરના ડીવાયએસપી એ. આર જનકાંતને અમદાવાદ શહેર વિશેષ શાખામાં એસીપી બનાવ્યા છે. દાહોદ ડીવાયએસપી કલ્પેશ ચાવડાને ખેડા હેડક્વાર્ટરના ડીવાયએસપી બનાવ્યા છે. ખેડા હેડક્વાર્ટરના ડીવાયએસપી વિ.જે રાઠોડને ડીવાયએસપી ગાંધીનગર આઈબી, ભાવનગર એમએચ ઠાકરને ભાવનગર આઈબી રિજનના ડીવાયએસપી બનાવ્યા છે. થરાદ ડીવાયએસપી એસ. કે. વાડાને વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી, ભરૂચ ડીવાયએસપી ડીપી વાઘેલાને લાંચ રિશ્વત બ્યૂરો અમદાવાદમાં મદદનિશ નિયામક બનાવ્યા છે. દેવભૂમિ દ્વારકા એસસીએસટી સંઘના બીએસ વ્યાસને અમદાવાદ ગ્રામ્ય હેડક્વાર્ટરના ડીવાયએસપી બનાવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય હેડક્વાર્ટ ડીવાયએસપી એસએચ સારડાને દેવભૂમી દ્વારકાના એસએસટી સેલના ડીવાયએસપી, રાજકોટ ગ્રામ્ય એસએસટી સેલના ડીવાયએસટી ડો. શ્રુતિ એસ મહેતાને સ્પેશિયલ બ્રાન્ચ ઓફ કમિશનરેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ આઈબી ગાંધીનગરમાં ડીવાયએસપી તરીકે મુકવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા એસસીએસટી સેલના ડીવાયએસપી એસએસ ગઢવીને લાંચ રિશ્વયત બ્યૂરો વડોદરામાં મદદનિશ નિયામક તરીકે મુક્યા છે. જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ડીવાયએસપી એમબી સોલંકીને જામનગર હેડક્વાર્ટરના ડીવાયએસપી બનાવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લિમડી ડીવાયએસપી ડીવી બસિયાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી હેડક્વાર્ટર ડીવાયએસપી ડીજી ચોધરીને સ્પેશિયલ બ્રાન્ચ ઓફ કમિશનરેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ આઈબી ગાંધીનગરમાં ડીવાયએસપી બનાવ્યા છે.

આ પણ વાંચો: વડોદરા એક્સપ્રેસ વે પરથી 1 કરોડના MD ડ્રગ્સ સાથે ASI પકડાયો: 5ની ધરપકડ