પણજી: ગોવામાં કોંગ્રેસના 8 ધારાસભ્ય BJPમાં સામેલ થઇ શકે છે. ભાજપના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ દાવો કર્યો છે કે કોંગ્રેસના 8 ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે.
Advertisement
Advertisement
ગોવા ભાજપ પ્રદેશે આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે કોંગ્રેસ દેશભરમાં ગુમાવેલી પોતાની જમીનને પરત લેવા માટે ‘કોંગ્રેસ જોડો યાત્રા’ કાઢી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતા દેશભરમાં 150 દિવસની 3570 કિમી યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા 12 રાજ્યમાંથી પસાર થશે.
ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્ય
40 વિધાનસભા બેઠક ધરાવતા ગોવામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપ ગઠબંધન (NDA)ના 25 ધારાસભ્ય છે. બીજી તરફ કોંગ્રેસના 11 ધારાસભ્ય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો છે કે 11માંથી 8 ધારાસભ્ય તેમની પાર્ટીમાં સામેલ થશે.
જુલાઇમાં પણ આવી જ ચર્ચા
ગોવામાં માર્ચમાં સરકારની રચના બાદ આ બીજી વખત છે જ્યારે આ રીતની ચર્ચા ચાલી રહી છે. આ પહેલા જુલાઇમાં કોંગ્રેસના 11 ધારાસભ્યમાંથી 5ના પક્ષ બદલીને ભાજપમાં સામેલ થવાની ચર્ચા હતી. જોકે, કોંગ્રેસે યોગ્ય સમયે સક્રિયતા બતાવતા આ બળવો રોકી લીધો હતો.
તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય દિગંબર કામત, માઇકલ લોબો, રાજેશ ફલદેસાઇ, કેદાર નાઇક અને દલીલા લોબોના બાગી થવાની ચર્ચા હતી. જોકે, કોંગ્રેસે માઇકલ લોબોને પાર્ટી વિરોધી ગતિવિધિમાં સામેલ થવાના આરોપમાં વિપક્ષના નેતા પદેથી હટાવી દીધા હતા.
Advertisement