નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરનો દિવસ ખાસ બનવાનો છે. આ દિવસે દેશમાં લુપ્ત થઇ ચુકેલા ધરતી પર સૌથી ઝડપી દોડનારા વન્ય જીવ ચીત્તા ભારત આવવાના છે. 70 વર્ષ પછી નામીબિયાથી 8 ચિત્તા ભારત આવવાના છે, તેમણે લેવા માટે વિશેષ વિમાન નામીબિયા પહોચી ગયુ છે. આ ચીત્તાને પીએમ મોદી મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્ક (Kuno National Park)માં છોડવામાં આવશે.
Advertisement
Advertisement
પેઇન્ટિંગથી સજાવવામાં આવ્યુ સ્પેશ્યલ વિમાન
આ ચિત્તાને લેવા માટે જે ખાસ વિમાન નામીબિયા પહોચ્યુ છે, તેને સુંદર પેઇન્ટિંગ દ્વારા સજાવવામાં આવ્યુ છે. વિમાન પર ટાઇગરની પેઇન્ટિંગ લગાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે પહેલા નામીબિયાથી આ સ્પેશ્યલ વિમાન દ્વારા ચિત્તાને જયપુર લાવવામાં આવશે. તે બાદ હેલિકોપ્ટરથી તે દિવસે મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્ક લાવવામાં આવશે, જેમણે પીએમ મોદી પોતાના જન્મ દિવસ પર દેશને સોપશે.
ભારતના હાઇકમિશને શેર કરી તસવીર
નામીબિયામાં ભારતના હાઇકમિશને ટ્વિટર પર આ સ્પેશ્યલ વિમાનની તસવીર શેર કરતા કહ્યુ કે વાઘની ભૂમિમાં સદભાવના રાજદૂતોને લઇ જવા માટે બહાદુરની ભૂમિમાં એક વિશેષ પક્ષી દૂત આવ્યુ છે.
70 વર્ષ પછી આવી રહ્યા છે ચિત્તા
મહત્વપૂર્ણ છે કે ભારતમાં ચિત્તાના પુનસ્થાપના લાંબા સમયથી પ્રયાસ થઇ રહી છે અને આ ક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે આંતરરાષ્ટ્રીય ચિત્તા જાણકારોની બેઠક વર્ષ 2009માં થઇ હતી. વર્ષ 2010માં ભારતીય વન્ય જીવ સંસ્થા દ્વારા ચિત્તા પુનસ્થાપના હેતુ સંપૂર્ણ ભારતમાં સંભવિત 10 ક્ષેત્રનું સર્વેક્ષણ કરવામાં આવ્યુ. આ સંભવિત 10 સ્થળમાંથી કૂનો અભ્યારણ્ય (વર્તમાન કૂનો નેશનલ અભ્યારણ્ય, શ્યોપુર)ને સૌથી યોગ્ય હોવાનું જણાયું હતું. ચિત્તાના પુનઃસંગ્રહને લગતા પર્યાપ્ત અભ્યાસના અભાવને કારણે, વર્ષ 2013માં, સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારતમાં લાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
Advertisement