Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદના આર્મી કેન્ટોનમેન્ટમાં પહોંચ્યો કોરોના, બે લેનને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાઈ

અમદાવાદના આર્મી કેન્ટોનમેન્ટમાં પહોંચ્યો કોરોના, બે લેનને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાઈ

0
621

અમદાવાદ (દિપક મસલા): શહેરના શાહીબાગ ડફનાળા પાસે આવેલા કેમ્પ હનુમાન મંદિર આસપાસના આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 8 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં સારવાર શરૂ કરાઈ છે. જોકે કોવિડ 19ના સંક્રમણને રોકવા આ વિસ્તારની “પીરૂ સિંઘ” લેનને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન 1 અને “યદુનાથ” લેનને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન-૨માં મૂકવામાં આવી છે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના CEO ધીરજ સોનજેએ આ નિર્ણય લીધો હોવાની જાહેરાત કરી છે. આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં કોવિડ-19ના કેસો વધતા તંત્ર માટે ચોક્કસ પગલાં લેવા જરૂરી હતા. ખાસ કરીને આર્મી જવાનો અને તેમના પરિવારના સભ્યો કોરોનાની અસરમાં આવ્યા છે. જેના પગલે કેટલાક ચોકસાઈ ભર્યા પગલાં લેવામાં આવ્યા છે.

આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયેલી “પીરૂ સિંઘ” અને “યદુનાથ” આ બે લેનમાંથી કોવિડ 19 પોઝિટિવ કેસ વધુ પ્રમાણમાં બહાર આવ્યા છે. આથી આ બંને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પોઝિટિવ દર્દીઓના નજીકથી સંપર્કમાં આવેલા લોકોને મેડિકલ ઓફિસરના ઓબઝર્વેશનમાં 28 દિવસ સુધી રાખવામાં આવશે અને હાઈ-લો રિસ્ક લોકોનું લિસ્ટ તૈયાર થશે. હાલ મેડિકલ ટેસ્ટ અને સ્ક્રીનીંગ આર્મી હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. આશા વર્કર અને આંગણવાડી વર્કરને ઘરે ઘરે સર્વે કરવા માટેની કામગીરી સોંપાઈ છે.

માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં જીવન જરૂરી વસ્તુ સિવાયની તમામ વસ્તુઓની સર્વિસ બંધ રહેશે. આ વિસ્તાર માટે ઉભી કરેલી ચેક પોસ્ટ પર 3 શિફ્ટમાં માણસો ફરજ બજાવશે. માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી અવરજવર કરતા લોકોને ચેક કરવા અને વાહનોને સેનેટાઈઝ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઝોનમાં તમામ સ્ટાફ માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કામગીરી કરે તેવું સૂચન કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

રાહુલ ગાંધીએ યૂટ્યૂબ પર શેર કરી ડૉક્યુમેન્ટ્રી, પ્રવાસી મજૂરોની વ્યથા વર્ણવી