Gujarat Exclusive > દેશ-વિદેશ > હૈદરાબાદના ઝૂમાં 8 એશિયન સિંહ કોવિડ પોઝિટિવ, ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ

હૈદરાબાદના ઝૂમાં 8 એશિયન સિંહ કોવિડ પોઝિટિવ, ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ

0
57

હૈદરાબાદ: સમગ્ર દેશમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે, ત્યારે પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં હૈદરાબાદના નેહરુ ઝુઓલોજીકલ પાર્કમાં 8 એશિયન સિંહ કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. Hyderabad Zoo

સેન્ટર ફૉર સેલ્યુલર એન્ડ મૉલિક્યૂલર બાયોલૉજીએ જણાવ્યું કે, નેહરુ ઝુઓલોજીકલ પાર્કમાં આ સિંહોનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ મળી આવ્યો છે. આ દેશનો પ્રથમ એવો કિસ્સો છે, જ્યારે કોઈ જાનવર કોરોનાથી સંક્રમિત થયું હોય.

મીડિયા રિપોર્ટ અનુસાર, પશુઓના ડૉક્ટરોએ જણાવ્યું કે, સિંહોમાં ભૂખની કમી, નાકમાંથી પાણી વહેવું અને ખાંસીની ફરિયાદ મળી હતી. જે બાદ અધિકારીઓએ સિંહોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 4 નર સિંહ હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ અંગે નેહરુ ઝુઓલોજીકલ પાર્કના ક્યૂરેટર અને ડિરેક્ટર સિદ્ધાનંદ કુકરેતીએ જણાવ્યું કે, આ સિંહોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ 296 એપ્રિલે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:  વિદેશમાં વસતા ભારતીયો મોકલશે ઓક્સિજન કન્સટ્રેટર મશીનો, ઉત્તર ગુજરાતના ગામડાઓને થશે ફાયદો Hyderabad Zoo

ડૉ કુકરેતીએ સત્તાવાર રીતે હજુ સુધી આ સમાચારની પુષ્ટિ નથી કરી. અત્યાર સુધી RT-PCRનો રિપોર્ટ તેમના સુધી આવ્યો ના હોવાથી તેઓ કોઈ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યાં છે. જો કે હાલ તમામ સિંહો સ્વસ્થ હોવાનું કહેવાઈ રહ્યું છે.

જણાવી દઈએ કે, 380 એકરમાં ફેલાયેલા નેહરુ ઝુઓલોજીકલ પાર્કને હાલ સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ પાર્ક ગીચ વસ્તી ધરાવતા વિસ્તારની નજીક જ આવેલું છે. જો કે તકેદારીના ભાગરૂપે પાર્કમાં કામ કરતા 25 કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો પાર્ક માટે આ મોટી સમસ્યા હશે. Hyderabad Zoo

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ન્યૂયોર્કમાં બ્રોક્સ ઝૂમાં પણ વાઘ અને સિંહ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં હતા. જ્યારે હૉંગકોંગમાં પણ શ્વાન અને બિલાડીઓ પણ આ વાઈરસથી સંક્રમિત થઈ હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat