Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > સરકારી કર્મચારીઓને ટુંકમાં વધેલો પગાર મળશે, સરકારે APAR મોડ્યુલ લોન્ચ કર્યું

સરકારી કર્મચારીઓને ટુંકમાં વધેલો પગાર મળશે, સરકારે APAR મોડ્યુલ લોન્ચ કર્યું

0
150

કેન્દ્રના 52 લાખથી વધુ કર્મચારીઓ અને 60 લાખથી વધુ પેન્શનર્સને મળશે લાભ

નવી દિલ્હીઃ કોરોનાકાળમાં પરેશાન સરકારી કર્મચારીઓને ટુંકમાં જ વધેલો (7th pay commission) પગાર મળી શકશે. તેની સરકારે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. તેનાથી 52 લાખ કર્મચારી અને 60 લાખથી વધુ પેન્શનર્સને લાભ થશે. જેના માટે સ્લેફ એસેસ્મેન્ટ ફોર્મ સબમિટ કરવા માટે એચઆર સોફ્ટવેરમાં APAR મોડ્યુલ લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે કરોનાને કારણે સરકારે ગત વર્ષે આશરે 52 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 60 લાખથી વધુ પેન્શનર્સના મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાબત (ડીઆર) અટકાવી દીધા હતા. માનવામાં આવી રહ્યું છે કે 1 જુલાઇથી તેનો લાભ કર્મચારીઓને મળવા લાગશે.

સેલ્ફ એસેસ્મેન્ટ ફોર્મ સમયસર દાખલ કરવું જરૂરી

પગારવધારા માટે કર્મચારીઓ વતી મુલ્યાંકન રિપોર્ટ એટલે કે સેલ્ફ એસેસ્મેન્ટ ફોર્મ સમયસર દાખલ કરવાનું હોય છે. પીએફ અધિકારીઓ અને અન્ય કેડરના તમામ કર્મચારીઓને તેમાં મુશ્કેલી ન પડે તે માટે ઓચઆર ઓનલાઇન વિન્ડોનું વાર્ષિક પ્રફોર્મન્સ એસેસ્મેન્ટ રિપોર્ટ (APAR)મોડ્યુલ લોન્ચ કરાયું છે.

આ પણ વાંચોઃ CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ્દ, PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય

આ મોડ્યુલ લોન્ચ થઇ જતા તમામ અધિકારીઓને એપીએઆરનો રિપોર્ટ, સમીક્ષા અને સ્વ મુલ્યાંકન કરાવાની પ્રક્રિયામાં સરળતા રહેશે. આ અંગે એપીએફઓ દ્વારા એક સર્ક્યુલર પણ જારી કરાયુ છે. જેમાં એચઆર સોફ્ટવેર થકી એસેસ્મેન્ટ ફોર્મ સંબંધિત બધી ઓનલાઇન પ્રક્રિયાઓ પૂર્ણ કરી નાંખવાનો આદેશ અપાયો છે.

A,B C  કલાસ માટે એપીએઆર દાખલ કરવાની મુદત લંબાવાઇ

કોરોના મહામારીને કારણે એપીએઆર પેપર સ્વરુપમાં રજૂ કરાશે. તેના માટે ડીઓપીટીએ ઓફસ નોટિસ આપી છે. તેથી ગ્રુપ એ, બી અને સી કલાસ માટે એપીએઆર દાખલ કરવા માટે પણ સમયમર્યાદા લંબાવવામાં આવી છે. તેનાથી રાહત મળશે. 7th pay commission

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat