પૂર્વ વિસ્તારમાં આવેલી જીસીએસ હોસ્પિટલમાં ડૉક્ટરની ટીમ દ્વારા ૭૭ વર્ષની મહિલાના અંડાશયમાંથી ૧૩ કિલોગ્રામની ગાંઠની સફળ સર્જરી કરીને નવજીવન અપાયું છે. મહિલાને અચાનક પેટમાં દુઃખાવો થયો હતો સાથે જમવામાં ઘણી મુશ્કેલી થતી હતી સાથે પેટની સાઇઝ પણ વધતી હતી ત્યારે દર્દીએ તાત્કાલિક રીતે જીસીએસ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. સીટી સ્કેન કર્યા પછી ગાંઠ છે તે જાણવા મળ્યું હતું ત્યારે જીસીએસ હોસ્પિટલના ગાયનેક વિભાગના ડૉ.દિવ્યેશ પંચાલના માર્ગદર્શન હેઠળ રિપોર્ટ્સ કરાવીને ઓપરેશન કરવાનું નક્કી કરાયું. ડૉ. વિદ્યાસાગર શર્મા, ડૉ.દિવ્યેશ પંચાલ અને તેમની ટીમ દ્વારા સફળ સર્જરી કરીને મહિલાના પેટમાંથી ૧૩ કિલોગ્રામની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. જીસીએસ હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉ. વિદ્યાસાગર શર્મા કહે છે, મહિલાના શરીરમાં રહેલી ૧૩ કિલોની ગાંઠને લઇને મહિલાને ઊઠવા, બેસવા અને ચાલવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મહિલાને શરીરમાં રહેલી ગાંઠ કેન્સરની છે તેવી શંકા હતી પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેથી જીસીએસ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો હતો. આ ગાંઠનું કદ ૩૨ સેમી જેટલું હતું જે ઘણું વધારે કહી શકાય છે. હાલમાં મહિલાની સ્થિતિ સારી છે અને સફળ સર્જરીથી પરિવારમાં પણ ઘણી ખુશી છે.
Advertisement
Advertisement
Advertisement