Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગર: બસમાં ચઢતી વેળા પગ લપસ્તા 7 વર્ષની વિદ્યાર્થિનીનું મોત

ભાવનગર: બસમાં ચઢતી વેળા પગ લપસ્તા 7 વર્ષની વિદ્યાર્થિનીનું મોત

0
118

રાજયમાં માર્ગ અક્સ્માતના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ભાવનગરમાં એક વિદ્યાર્થીનીનું સ્કુલ બસમાંથી નીચે ઉતરતી વેળા પગ લપસી જતા પાછળના વ્હીલમાં આવી ગઈ હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપુજ્યું હતું.

ભાવનગરમાં વધુ એક વિદ્યાર્થીનીનું સ્કૂલ બસના કારણે મોત થયું છે. ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુલની વિદ્યાર્થીની બસમાંથી નીચે ઉતરી રહી હતી તે દરમિયાન બસના પાછળના વ્હીલમાં આવી જતા વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત થયું છે. ફુલસર ઓદરકા ગામની અને ધો.2માં અભ્યાસ કરતી 7 વર્ષની વિદ્યાર્થીની બસના ટાયરમાં આવી જતા મોત થયું છે. ઘટનાની જાણ થતા વાલી શાળાએ આવી પહોંચ્યા હતા અને બાળકીના મોતને પગલે બૂમરાળ મચાવી દીધી હતી અને બસનો ચાલક નશાની હાલતમા હોવાનો આક્ષેપ કર્યો હતો. બસ ચાલકની બેદરકારીના કારણે જ વિદ્યાર્થીનીનું મોત થયાનો વાલીએ આક્ષેપ કર્યો છે.

વધુમાં તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં એક ઘટના આવી બની હતી જેમાં શહેરના સીટીએમ પાસે એક આધેડ મહિલા એસટી બસમાં ચઢી રહી હતી તે વેળા દરમિયાન તેનું પગ લપસ્તા તે પાછળના ટાયરમાં આવી ગઈ હતી. જેથી બસનું ટાયર તેણી પર ફરી જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનામાં આજુબાજુ ઉભેલા લોકોએ બસ ચાલક પર આક્ષેપો પણ કર્યા હતા. તેથી પોલીસે આ બનાવને લઈ તપાસ હાથ ધરી હતી.

વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, 700 કરોડનો ખર્ચ