સ્પૉર્ટ્સ ડેસ્ક: ICCએ તે ટીમની યાદી જાહેર કરી છે જેમણે ભારતમાં રમાનાર આગામી વર્લ્ડકપ 2023 માટે ડાયરેક્ટ ક્વોલીફાઇ કરી લીધુ છે.યજમાન દેશ હોવાને કારણે ભારતને સીધી એન્ટ્રી મળી ગઇ છે, આ સિવાય ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાને પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. આ યાદીમાં જોડાનારી નવી ટીમ અફઘાનિસ્તાન છે, રવિવાર રાત્રે શ્રીલંકા વિરૂદ્ધ બીજી વન ડે વરસાદને કારણે ધોવાયાને કારણે આ ટીમે વર્લ્ડકપ 2023 માટે ક્વોલિફાઇ કરી લીધુ છે.
વર્લ્ડકપ 2023 માટે કુલ 8 ટીમ ડાયરેક્ટ ક્વોલિફાઇ કરી શકે છે, એવામાં હજુ પણ એક ટીમની જગ્યા ખાલી છે. આ જગ્યા માટે ત્રણ દાવેદાર દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા છે. લેટેસ્ટ યાદી અનુસાર વેસ્ટ ઇન્ડીઝ 88 પોઇન્ટ સાથે 8માં, શ્રીલંકા 67 અંક સાથે 10માં અને સાઉથ આફ્રિકા 59 પોઇન્ટ સાથે 11માં પોઇન્ટ છે. હવે જોનારી વાત આ હશે કે તેમાંથી કઇ એક ટીમને વર્લ્ડકપ 2023 માટે સીધી ટિકિટ મળશે. બાકી બચેલી બે ટીમને આવતા વર્ષે વર્લ્ડકપ પહેલા ક્વોલિફાયર મેચ રમવી પડશે.
મહત્વપૂર્ણ છે કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ સુપર લીગની આ પ્રથમ સીઝન છે. આ લીગ દ્વારા ભારત સહિત કુલ 8 ટીમ વર્લ્ડકપ 2023 માટે ડાયરેક્ટ ક્વોલીફાઇ કરશે. બાકી બચેલી બે ટીમની પસંદગી વર્લ્જડપ ક્વોલીફાયર દ્વારા થશે. સુપર લીગમાં કુલ 13 ટીમ ભાગ લઇ રહી છે. ભાકી રહેલી ટીમે પાંચ એસોસિએટ ટીમ સાથે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ ક્વોલિફાયર રમવી પડશે.
સુપર લીગમાં દરેક ટીમે 4 ઘરમાં, 4 બહાર એટલે કે કુલ 8 સીરિઝ રમવાની તક મળશે. દરેક સીરિઝમાં કુલ 3 મેચ રમાશે. જીતનારી ટીમને 10 પોઇન્ટ મળશે તો ટાઇ/ પરિણામ ના આવવા પર 5 અંક મળશે.