Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગ્રેજ્યુએટ ક્લાર્ક માંગતી ગુજરાત સરકારના 21માંથી 7 મંત્રીઓ 12મું ધોરણ પણ પાસ નથી

ગ્રેજ્યુએટ ક્લાર્ક માંગતી ગુજરાત સરકારના 21માંથી 7 મંત્રીઓ 12મું ધોરણ પણ પાસ નથી

0
12092

હિતેશ ચાવડા, ગાંધીનગર: બિન સચિવાલય ક્લાર્કની ભરતીની પરીક્ષા સરકારે કોઈ મૂળભૂત કારણ આપ્યા વગર જ કેન્સલ કરી નાખી હતી અને ઉમેદવારો દ્વારા વિરોધના પગલે સરકારે પરીક્ષાની તારીખ જાહેર કરી અને એજ પરિસ્થિતીમાં પરીક્ષા લેવાનું જાહેર કર્યું એટલે કે 12 ધોરણ પાસ પણ હવે પરીક્ષા આપી જ શકશે. પરંતુ ક્લાર્ક માટે ગ્રેજ્યુએટ માંગતી સરકાર એ ભૂલી ગઈ કે સરકારના સર્વોચ્ચ પદ એટલે મંત્રી મંડળમાં બેઠેલા 21 મંત્રીઓમાં 7 જેટલા મંત્રીઓ 12મુ ધોરણ પાસ પણ નથી, જેમાં 7 ધોરણ પાસ અને 8 ધોરણ પાસ મંત્રીઓ પણ સરકારમાં મંત્રીપદ ભોગવી રહ્યા છે. આ મંત્રીઓમાં ઈશ્વરભાઇ (અનિલ) રમણભાઇ પરમાર, જવાહરભાઇ પેથલજીભાઇ ચાવડા, બચુભાઇ મગનભાઇ ખાબડ, વાસણભાઇ ગોપાલભાઇ આહિર, રમણલાલ નાનુભાઇ પાટકર, કિશોર કાનાણી(કુમાર), અને યોગેશ પટેલ 12 મુ પાસ પણ નથી.

આ મુદ્દે અમે સરકારના મંત્રીઓ ધ્વારા ચૂંટણી સમયે તેમણે જાતે કરેલ એફિવડેવિટમાં માહિતી શોધતા જાણવા મળ્યું કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રમણીકલાલ રૂપાણી, બી.એ. એલ.એલ.બી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) ભણેલા છે અને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, એસ. વાય. બી. કોમ (સી.એન. આર્ટ્સ એન્ડ બી ડી કોમર્સ કોલેજ) પાસ થયેલા છે.

જ્યારે કેબિનેટ મંત્રીઓ આર. સી. ફળદુ, ઓલ્ડ એસ.એસ.સી – પ્રિ-સાયન્સ (વિરાણી સાયન્સ કોલેજ, રાજકોટ), ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા, બી.એ. એલ.એલ.બી, બી.એડ ( ગુજરાત યુનિવર્સિટી), કૌશિકકુમાર જમનાદાસ પટેલ, કોમર્સ ગ્રેજયુટ (ગુજરાત યુનિવર્સિટી), સૌરભ પટેલ, બી.કોમ. એમ.બી.એ (ફિલાડેલફિયા કોલેજ, અમેરિકા), ગણપતભાઇ વેસ્તાભાઇ વસાવા, એમ.એ પાર્ટ 1 (ગુજરાત યુનિવર્સિટી), જયેશ રાદડીયા, બી.ઇ. સિવિલ (એમ.એસ. યુનિવર્સિટી), ઈશ્વરભાઇ (અનિલ) રમણભાઇ પરમાર, 12 કોમર્સ નાપાસ (એમ.બી. વામદોત સાર્વજનિક હાઈસ્કૂલ, બારડોલી), કુંવરજીભાઇ મોહનભાઇ બાવળીયા,બી.એસ.સી, બી.એડ (ગુજરાત યુનિવર્સિટી) અને જવાહરભાઇ પેથલજીભાઇ ચાવડા, એસ.સી.સી (રાજકુમાર કોલેજ રાજકોટ) થયેલા છે.

જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓ પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા, બી.એસ.સી (ગુજરાત યુનિવર્સિટી, પરષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી, (ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગ, મુંબઈ), બચુભાઇ મગનભાઇ ખાબડ, ધોરણ 11, ઓલ્ડ એસ.એસ.સી (સાર્વજનિક હાઈસ્કૂલ, ધાનપુર), જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર,બી.કોમ. (સપ્ટેમ્બર-1985), ડી.ટી.પી. (એપ્રિલ-1988), એલ.એલ.બી (જુલાઇ-1992), ડી.એલ.પી (જુલાઇ 1992) , તમામ ડિગ્રી (એમ.એસ.યુનિવર્સિટી), ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ, બી.એ. એલ.એલ.બી (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), વાસણભાઇ ગોપાલભાઇ આહિર, 7મુ ધોરણ પાસ (રતનાલ પંચાયત પ્રાથમિક શાળા), વિભાવરીબેન વિજયભાઇ દવે, એમ.કોમ. (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), રમણલાલ નાનુભાઇ પાટકર, આઠમુ ધોરણ પાસ (જિતેન્દ્ર નરોત્તમ ચૌહાણ હાઈસ્કૂલ મરોલી), કિશોર કાનાણી(કુમાર),ધોરણ 9 પાસ, શ્રી. કી.ચી. કોઠારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સુરત, યોગેશ પટેલ, એસ.એસ.સી એન્ડ પહેલું વર્ષ ડિપ્લોમા અને મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા, એચ. એસ.સી ભણેલા છે.

હવે જો ભરતીમાં સરકાર ક્લાર્ક ગ્રેજ્યુએટ ઇચ્છતી હોય તો મંત્રી અને ધારાસભ્ય બનવા પણ એક ડિગ્રીની લાયકાત સરકાર કેમ નથી કરતી એ પણ હાલ ચર્ચાનો વિષય છે.

રામ મંદિર આંદોલન પાછળ હતો નરેન્દ્ર મોદીનો મોટો હાથ, એક નિર્ણયે બદલી નાખી આખી દિશા