પાકિસ્તાની ઘુસણખોરોની ફરી ગુજરાતના દરિયા કિનારેથી દેશમાં પ્રવેશીને આતંક ફેલાવવાની યોજનાને ભારતીય એજન્સીઓએ નિષ્ફળ બનાવી છે. બીએફએફએ ગુરૂવારે 7 પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપી પાડી છે.
અહેવાલ અનુસાર બોર્ડર સિક્યોરિટી ફોર્સે ગુજરાતના ભુજના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. શુક્રવારે બીએસએફએ સર્ચ ઓપરેશન હાથ ધરતા હરામીનાળામાંથી 12 કલાકે વધુ 7 પાકિસ્તાની બોટને ઝડપી છે. આ બોટમાંથી તપાસ એજન્સીએ સડેલી માછલી પણ ઝડપી છે.
ગત સપ્તાહે હરામી નાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપ્યા બાદ આ સપ્તાહે ભારતીય નેવીએ પોરબંદરમાં મધદરિયે ડ્રગ્સ પણ ઝડપ્યું હતુ. ક્ચ્છ સરહદે અને ખાસ કરીને હરામીનાળા તેમજ ક્રિક વિસ્તારમાં BSF દ્વારા કોઈ ચોક્કસ બાતમી કે માહિતીનાં આધારે મેગા સર્ચ ઓપરેશન છેડવામાં આવ્યું છે. એક સપ્તાહ અગાઉ એટલેકે 10મી માર્ચના રોજ BSFને મેગા સર્ચમાં મોટી સફળતા મળી હતી અને સર્ચ દરમિયાન 11 પાકિસ્તાની બોટ મળી આવી હતી.