Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદથી અમેરિકા જઈ રહેલ મુસાફરની એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી 7 બેગ ગુમ

અમદાવાદથી અમેરિકા જઈ રહેલ મુસાફરની એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી 7 બેગ ગુમ

0
51

ગુજરાતના મહેસાણામાં રહેતા કમલેશ પટેલને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન કડવો અનુભવ થયો છે. જેથી તેઓએ આ અનુભવનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કમલેશ પટેલ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદથી USA જતા મુસાફર શિકાગો પહોંચ્યા હતા. જયા તેઓએ પોતાનું સામાન ચેક કરતા તેમાંથી 7 બેગ ગુમ થઈ ગઈ હતી. જેથી આ અંગે તેઓએ એરલાઈન્સને કહ્યું હતું. એરલાઈન્સે જવાબમાં કહ્યું કે, કોઈ દિવસ તો તમારી બેગ મળી જ જશે. મલેશ પટેલનો દાવો છે કે તેમની બેગ ન મળવાથી એર ઇન્ડિયામાં ફરિયાદ પણ કરી હતી. ત્રણ કલાક સુધી કોઈ જવાબ ન મળતા અંતે બેગ ગાયબ હોવાની વિગત માટે ફોર્મ ભર્યું અને એક દિવસ તેમને મળી જશે, એમ જાણ કરવામાં આવી હતી.

તેઓ એક દિવસ શિકાગોમાં રોકાયા પણ બેગ ન મળી. જે બાદ તેઓ ધંધા વેપાર માટે કામ હોવાથી પરિવારને શિકાગોમાં જ મૂકી અલાબા જવા રવાના થયા હતા. જોકે હજુ સુધી તેમને કિંમતી સામાન સાથેની 7 બેગ મળી નથી. જેના કારણે તેમણે રઝળી પડવાનો વારો આવ્યો છે. તેમનું કહેવું છે કે આજદિન સુધી તેમણે આ પ્રકારની બેકાર સર્વિસ જોઈ નથી.

તમને જણાવી દઈએ કે, આ ફ્લાઇટમાં ઇકોનોમિ ક્લાસમાં પ્રવાસ કરી રહેલા 70% પ્રવાસીઓનો સામાન પણ ગાયબ છે. માત્ર ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસના મુસાફરોનો સામાન જ સલામત રહ્યો હતો. ઈન્ડિયાનો સંપર્ક કરવા છતાં હજુ સુધી તેમના તરફથી કોઈપણ પ્રકારની જવાબ મળ્યો નથી. પોતાનો સામાન મેળવવા માટે પ્રવાસીઓ હજુ શિકાગોમાં જ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat