Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના 66 ધારાસભ્યોએ કોરોનામાં લોકોને મદદરુપ થવા હાઇકોર્ટમાં માંગી દાદ

ગુજરાતના 66 ધારાસભ્યોએ કોરોનામાં લોકોને મદદરુપ થવા હાઇકોર્ટમાં માંગી દાદ

0
35

વિધાનસભા મતવિસ્તારમાં પુરેપુરી 1.25 કરોડની ગ્રાન્ટ વાપરવાની મંજુરી આપવા માંગ, કોર્ટે સરકારને જવાબ માંગ્યો

અમદાવાદઃ ગુજરાતના 66 ધારાસભ્યોએ કોરોનાકાળમાં લોકોને મદદરુપ થવા માટે હોઇકોર્ટમાં દાદ (66 MLA Writ in High Court )માંગી છે. તેમણે કપરા સમયમાં પોતાના વિસ્તારના લોકોને સહાયભુત થવા પુરેપુરી 1.25 કરોડની ગ્રાન્ટ વાપરવાની સરકાર પાસેથી મંજૂરી મેળવવા અરજી કરી છે. આ માટે વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા કોંગ્રેસના 65 MLA વતી પરેશ ધાનાણી તથા અમીત ચાવડાએ હાઇકોર્ટમાં અરજી કરી છે.

અરજીમાં અરજદારો તરફથી એવી રજૂઆત કરાઇ છે કે સરકારે ગત સપ્તાહે ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટમાંથી મતવિસ્તારમાં 25 લાખ રૂપિયા મેડિકલ સુવિધા માટે વાપરવા દેવાની મંજુરી આપી છે. પરંતુ તેમને બાકીની 1.25 કરોડ રૂપિયાની પુરેપુરી ગ્રાન્ટ પણ મતવિસ્તારમાં વાપરવા દેવાની છૂટ આપવામાં આવે તેવી દાદ માંગી છે. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે આ અરજી (66 MLA Writ in High Court )પરત્વે તાત્કાલિક જવાબ રજૂ કરવા સરકારને હુક્મ કર્યો છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચમાં સટ્ટો રમાડવા લઇ જનાર IBનો PSI ઝડપાયો

ધારાસભ્યોને મતવિસ્તારમાં વાપરવા 1.50 કરોડની ગ્રાન્ટ મળે છે

ધારાસભ્યો વતી અમીત ચાવડા તથા પરેશ ધાનાણીએ એડવોકેટ આનંદ યાગ્નિક મારફતે કરેલી અરજીમાં જણાવ્યું છે કે, અમને પ્રત્યેક ધારાસભ્યને 1.50 કરોડ ગ્રાન્ટ મળે છે. ગયા સપ્તાહે ગુજરાત સરકારે અમને આ ગ્રાન્ટની રકમમાંથી 25 લાખ રૂપિયા મેડિકલ સુવિધા પાછળ ખર્ચવા માટેની પરવાનગી આપી છે. પણ અમારે તમામ 66 ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં તમામે તમામ ગ્રાન્ટની રકમ 1.50 કરોડ રૂપિયા કોરોનાના ટેસ્ટીંગ તથા ટ્રીટમેન્ટ પાછળ વાપરવા છે.

અરજદારો તરફથી એડવોકેટ આનંદ યાગ્નિકે એવી રજૂઆત કરી હતી કે, અત્યારે એમ્બ્યુલન્સથી માંડીને બેડ, ઓક્સીજન, રેમડેસીવીર તથા ટોસીલૂઝીમેબ ઇન્જેંકશન મળતાં નથી. અને પરિણામ સ્વરુપે લોકો મરી રહ્યાં છે.

લોકોને એમ્બ્યુલન્સના અભાવે ગાડામાં, કારમાં, રિક્ષામાં કે પછી મોટર સાયકલ પર સારવાર માટે આવવું પડે છે. તો અમારે તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ હોસ્પિટલ બનાવવા માટે ઓક્સિજન પ્લાન્ટ, એમ્બ્યુલન્સ, બેડ, વેન્ટીલેટર ઉપરાંત ઓક્સીજન કોન્સ્ટ્રેટેટર, રેમડેસીવીર ઇન્જેંકશન ખરીદવા માટે પુરેપુરા પૈસા વાપરવા છે.

આ પણ વાંચોઃ એક વર્ષ બાદ મેયર સહિત કોર્પોરેટરોના બજેટમાંથી 50 નંગ વેન્ટિલેટર ખરીદવાનો નિર્ણય

25 લાખ રૂપિયામાં કશું નહીં કરી શકીએ

વકીલે દલીલે કરી કે અમે લોકો 25 લાખ રૂપિયામાં કશું નહીં કરી શકીએ. અને હજારો લોકો મરી ગયા પછી બાકીની ગ્રાન્ટ અમારે કયાં વાપરવી તેથી અમને તમામ 1.25 કરોડ ગ્રાન્ટની રકમ વાપરવા માટેની છૂટ આપવામાં આવે તેવી દાદ માંગી હતી. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે આ અરજી (66 MLA Writ in High Court )પરત્વે તાત્કાલિક ધોરણે જવાબ રજૂ કરવા સરકારને આદેશ આપ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat