Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોદી સરકારની ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને મોટો ફટકો, 65 વર્ષ જૂની ફાર્મા કંપનીએ કહ્યું, આર્થિક સ્થિતિ ખરાબ

મોદી સરકારની ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને મોટો ફટકો, 65 વર્ષ જૂની ફાર્મા કંપનીએ કહ્યું, આર્થિક સ્થિતિ ખરાબ

0
174

દેશની 65 વર્ષ જૂની ફાર્મા કંપની હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ પણ આર્થિક મંદીની ઝપટમાં આવી ગઈ છે. જાહેર ક્ષેત્રની કંપનીએ જણાવ્યું કે, તેમની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે. તેના કારણે તેઓ પેનિસિલિનનું ઉત્પાદન કરવા માટે અસમર્થ છે. હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ મોદી સરકારની મેક ઈન ઈન્ડિયા યોજના અંતર્ગત દુનિયાની સૌથી જૂની એન્ટિબાયોટિક દવાઓમાંથી એક પેનિસિલિનના ઉત્પાદનને ફરીથી શરૂ કરવા માટે સરકારની પ્રથમ પસંદ હતી.

જણાવી દઈએ કે, આ કંપની રસાયણ અને ખાતર મંત્રાલયની શાખા, ફાર્માસ્યૂટિકલ્સ વિભાગ (DoP) અંતર્ગત કામ કરે છે. તેની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. પ્રિન્ટમાં છપાયેલા એક સમાચાર અનુસાર, ફાર્માસ્યૂટિકલ્સ વિભાગના એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે, હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સે પોતાની આર્થિક સ્થિતિને લઈને સૂચિત કર્યા છે. કંપનીએ જણાવ્યું કે, તેઓ સરકારના આ અભિયાનમાં સામેલ થઈ શકે નહી. તે ઉપરાંત તેમણે સલાહ આપી કે, સરકાર ખાનગી દવા ઉત્પાદકોથી પાસેથી ટેન્ડર માટે આમેત્રિત કરે.

એક અન્ય અધિકારીએ જણાવ્યુ કે, અમે આરોગ્ય સંશોધન વિભાગ (DHR)ને જણાવ્યુ છે કે, નાણાકીય સંકટને જોતા હિન્દુસ્તાન એન્ટિબાયોટિક પેનિસિલનનું ઉત્પાદન કરવામાં માટે સક્ષમ નથી. આ હાલ રિવાઈવલ મોડમાં છે, તેથી મોટી પરિયાજનાઓને પોતાના હાથમાં લેવા માટે સક્ષમ નથી.

અધિકારીએ આગળ જણાવ્યું કે, અમે DHRને ઉત્પાદન શરૂ કરવા માટે દવા ઉત્પાદકોથી ટેન્ડર માટે આમંત્રિત કરવા માટે સલાહ આપી છે. અમે જણાવ્યું કે, એન્ટિબાયોટિક લિમિટેડ પર નિર્ભરતાને છોડી દે. જોકે, સરકાર અમને નાણાકીય મદદ કરે તો, અમે તેના પર અંતિમ નિર્ણય આપી શકીએ.

PM મોદીના દાવા પર BJP સાંસદે ફરી ઉઠાવ્યા સવાલ, કહ્યું-શૌચાલયમાંથી બહાર આવો