Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના કહેર: રાજયમાં પોઝિટિવ કેસોમાં 60% લોકલ ટ્રાન્સમિશન

કોરોના કહેર: રાજયમાં પોઝિટિવ કેસોમાં 60% લોકલ ટ્રાન્સમિશન

0
471

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે જના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ એક જ દિવસમાં સૌથી વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 124એ પહોંચ્યો છે. જેમાંથી 11ના મોત થયા છે. છેલ્લા 8 દિવસમાં કોરોના વાયરસે રાજયમાં ભારે કહેર મચાવ્યો છે.

રાજયમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધું છે, જેથી વધતા જતા કોરોના પોઝિટિવ કેસો પાછળ લોકલ ટ્રાન્સમિશન વધારે જોવા મળી રહ્યું છે, જે ઘણી જ ગંભીર બાબત ગણાવી શકાય છે, ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોમાં 60 ટકા લોકલ ટ્રાન્સમિશનના છે. તેમાં પણ અમદાવાદમાં તો સૌથી વધુ કોરોનાના લોકલ ટ્રાન્સમિશન છે, અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવના 53 કેસમાંથી 25 લોકલ ટ્રાન્સમિશનના છે. ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા કુલ 11 માંથી 7 લોકલ ટ્રાન્સમિશનના કેસ હતા.

આખા ગુજરાતના કોરોનાના કેસની વિગતો જોવામાં આવે તો અમદાવાદમાં 53 કેસ અને 5ના મોત જ્યારે 5 સાજા થયા છે. સુરતમાં 16 કેસ અને 2 મોત જ્યારે 3 રિકવર થયા છે, વડોદરામાં 10 કેસમાં 1નું મોત અને 3 રિકવર થયા છે. ભાવનગરમાં 11 કેસ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 કેસ અને 3 રિકવર થયા છે. રાજકોટમાં 10 કેસ અને 3 રિકવર થયા છે. પંચમહાલમાં 1 કેસ સામે આવ્યો છે, જો કે દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે મોરબીમાં 1, મહેસાણામાં 1, કચ્છમાં 1 કેસ, જામનગર-1 કેસ અને પાટણ માં1 કેસ નોંધાયો છે.

લોકડાઉનનું પાલન નહિં કરનારાઓ સામે ગુજરાત ડીજીપીની લાલઆંખ, લીધો મહત્વનો નિર્ણય