નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસીની ડૉક્યૂમેન્ટરીનો વિરોધ ચાલુ છે. BBCની ડૉક્યૂમેન્ટરીને લઇને દિલ્હી અને મુંબઇની ઓફિસમાં ઇન્કમટેક્સની રેડ પડી હતી જે 60 કલાક સુધી ચાલી હતી. હવે બ્રિટિશ સાંસદ બૉબ બ્લૈકમેને આ ડૉક્યૂમેન્ટરીને ખરાબ પત્રકારિતા ગણાવી છે. બૉબ બ્લૈકમેને કહ્યુ કે તેને ક્યારેય પણ જાહેર કરવી જોઇતી નહતી. આ જૂઠના આધાર પર બનાવવામાં આવેલી ડૉક્યૂમેન્ટરી છે.
Advertisement
Advertisement
ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં બીબીસી ઇન્ડિયા પર આઇટી સર્વે પર બ્રિટિશ સાંસદ બૉબ બ્લૈકમેને કહ્યુ કે આ કોઇ નવી વાત નથી. આ ઘણા સમયથી ચાલી રહ્યુ છે. આ સુનિશ્ચિત કરવુ બીબીસી ઇન્ડિયાનું કામ છે કે તે નિયમનું પાલન કરે. બૉબ બ્લૈકમેને કહ્યુ કે બીબીસી તપાસમાં સહયોગ કરવો જોઇએ અને નિર્ણયની રાહ જોવી જોઇએ.
બ્રિટિશ સાંસદ બૉબ બ્લૈકમેને શું કહ્યું?
બ્રિટિશ સાંસદ બૉબ બ્લૈકમેને કહ્યુ બ્રિટિશ સરકાર ભારતને એક મજબૂત મિત્ર, એક મજબૂત સહયોગીના રૂપમાં માને છે અને બન્ને દેશ એક વેપાર સમજૂતિ પર વાતચીત કરી રહ્યા છે, તેમણે બીબીસી ડૉક્યૂમેન્ટરી તરફ ઇશારો કરતા કહ્યુ કે એવામાં આ મિત્રતાને ખરાબ કરવાનો પ્રયાસ દુખદ છે. બ્રિટિશ સાંસદે કહ્યુ કે ભારત સરકારે દેશની અર્થવ્યવસ્થાને બદલવા માટે પીએમ મોદીની હેઠળ એક ઉલ્લેખનિય કામ કર્યુ છે અને આ દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થા બનવાની રાહ પર છે.
બૉબ બ્લેકમેને કહ્યુ કે પીએમ મોદી પર બીબીસીનું આ કામ ઉપહાસથી ભરેલુ હતુ અને તેને એક બહારના સંગઠન દ્વારા બનાવવામાં આવ્યુ હતુ અને બ્રિટિશ બ્રૉડકાસ્ટર દ્વારા તેની દેખરેખ કરવામાં આવી હતી, તેમણે કહ્યુ કે આ ભારતના વડાપ્રધાનની છબીને ખરાબ કરવાના અર્થથી કરવામાં આવેલુ કામ હતુ.
હું હંમેશા ભાજપનો સમર્થક રહ્યો છું
બ્રિટિશ સાંસદ બોબ બ્લૈકમેને કહ્યું કે જ્યાં સુધી મારી વાત છે, હું લાંબા સમયથી ભાજપનો સમર્થક છું. હું ભાજપને બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીનો સ્વાભાવિક સહયોગી માનું છું. યુકેમાં કન્ઝર્વેટિવ પાર્ટી અને અહીં ભાજપ, આ તે મિત્રતા છે જેને આપણે મહત્ત્વ આપીએ છીએ. આ સાથે જ તેમણે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતને ભારતના અર્થતંત્રનું પાવરહાઉસ બનાવ્યું છે. હવે પીએમ તરીકે તેમણે ભારતને બદલી નાખ્યું છે.
Advertisement