Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: શંભુ કાફે સહિત 6 યુનિટ સીલ

BREAKING: શંભુ કાફે સહિત 6 યુનિટ સીલ

0
197

અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર આવેલા ચાર યુનિટોને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ગુરુવાર મોડીરાત્રે સીલ મારી દીધા છે. જેમાં એસ.જી. હાઈવે પર આવેલા શંભુ કોફી,કિચન એન એન્જીનીયર્સ, ડોન કા અડ્ડા તેમ જ રતલામ કોફી શોપ સહિત 6 કોફેને સીલ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યના અધિક મુખ્ય સચિવ અને AMC ના કોરોના અટકાવવા માટે નિયુક્ત IAS ડો. રાજીવકુમાર ગુપ્તાએ ગઈકાલે જ એસ.જી.હાઈવે, સિંધુ ભવન રોડ વગેરે સ્થળોએ યુવાનો ભેગા થઈને સોશિયલ ડિસ્ટનસિંગ તથા માસ્ક વગર ફરતા હોવાની વાત કરી હતી અને આજે મ્યુનિ. કોર્પોરેશનની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરીને ઉપરોક્ત ચારેય યુનિટને કોવિડ 19ની ગાઇડલાઈન નો ભંગ કરવા બદલ સીલ મારી દીધા હતા.