Gujarat Exclusive > રાજનીતિ > નીતિશ કુમારના 14માંથી 6 મંત્રીઓ વિરૂદ્ધ દાખલ છે ગંભીર ગુનાહિત કેસ

નીતિશ કુમારના 14માંથી 6 મંત્રીઓ વિરૂદ્ધ દાખલ છે ગંભીર ગુનાહિત કેસ

0
47
  • નીતિશ કુમારના 14માંથી 6 મંત્રીઓ વિરૂદ્ધ ગંભીર ગુનાહિત કેસ

  • શિક્ષણ મંત્રી ડૉ. મેવાલાલ ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપ Nitish Kumar

  • નીતિશ કુમારે ભ્રષ્ટાચારના આરોપ બાદ JDUમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા

પટણા: બિહારની નીતિશ કુમાર સરકારમાં શિક્ષણ મંત્રી ડૉ. મેવાલાલ ચૌધરી ભ્રષ્ટાચારના આરોપોને કારણે નિશાના પર છે. બિહાર કૃષિ યૂનિવર્સિટી (બીએયુ)ના કુલપતિ રહેતા સમયે મેવાલાલ ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને તેમની સામે ફરિયાદ પણ દાખલ થઇ હતી. તે બાદ જનતા દળ યૂનાઇટેડ (JDU)એ તેમણે સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે, નીતિશ કુમારની કેબિનેટમાં માત્ર મેવાલાલ ચૌધરી જ દાગી નથી. Nitish Kumar

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને ઇલેક્શન વોચના અધ્યયન અનુસાર, નીતિશ કેબિનેટના 14 મંત્રીઓમાંથી આઠ (57 ટકા) વિરૂદ્ધ ગુનાહિત કેસ છે. બીજી તરફ છ (43 ટકા) વિરૂદ્ધ ગંભીર ગુનાહિત કેસ દાખલ છે. ગુનાહિત કેસ ધરાવતા 8 મંત્રીમાંથી ભાજપના 4 અને જેડીયુના 2 અને હમ તેમજ વીઆઇપીના 1-1 મંત્રી સામેલ છે. જોકે, મેવાલાલ ચૌધરીને મંત્રી મંડળમાં સામેલ કરતા જ વિવાદ શરૂ થઇ ગયો હતો. 2017માં મેવાલાલ ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમણે મળવાનો પણ ઇનકાર કરી દીધો હતો. Nitish Kumar

મેવાલાલ ચૌધરીનું નામ બીએયુ ભરતી કૌભાંડમાં સામે આવ્યુ હતું અને રાજભવનના આદેશથી તેમના વિરૂદ્ધ 161 સહાયક પ્રોફેસર અને જૂનિયર વૈજ્ઞાનિકોની નિયુક્તી મામલે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે 12.31 રૂપિયાની સંપત્તિ સાથે મેવાલાલ ચૌધરી સૌથી અમીર મંત્રી છે. બીજી તરફ 14 મંત્રીઓની એવરેજ સંપત્તિ 3.93 કરોડ રૂપિયા છે. Nitish Kumar

આ પણ વાંચો: બિહારમાં વિભાગોની વહેચણી: નીતિશે ગૃહમંત્રાલય પોતાની પાસે રાખ્યુ, તારકિશોરને સુશીલ મોદીનો વિભાગ મળ્યો

મેવાલાલ ચૌધરીએ પોતાના શપથ પત્રમાં આઇપીસી હેઠળ એક ગુનાહિત કેસ અને ચાર ગંભીર કેસ જાહેર કર્યા હતા. પશુપાલન અને મત્સ્ય પાલન મંત્રી મુકેશ સહનીએ પાંચ ગુનાહિત કેસ અને ગંભીર પ્રકૃતિના ત્રણ કેસની જાહેરાત કરી છે. ભાજપના જિબેશ કુમારે પણ પાંચ ગુનાહિત કેસ અને ગંભીર પ્રકૃતિના ચાર કેસની જાહેરાત કરી છે. બીજી તરફ પાંચ અન્ય છે જેમના વિરૂદ્ધ અલગ અલગ પ્રકૃતિના ગુનાહિત કેસ દર્જ છે.

આરજેડી સાંસદ અને પાર્ટી પ્રવક્તા મનોજ ઝાએ કહ્યુ કે શિક્ષણ મંત્રીના રૂપમાં મેવાલાલ ચૌધરીની ચૂંટણી આ જણાવવા માટે ઘણી છે કે મુખ્યમંત્રીની સ્થિતિ નબળી થઇ ચુકી છે અને બિહાર ચૂંટણીના પરિણામ બાદ હારી ગયા છે, તેમણે કહ્યુ કે 2017માં મહાગઠબંધનથી અલગ થનારા નીતિશ કુમાર હવે ભ્રષ્ટાચારના મુદ્દા પર નૈતિક લીડ નથી લઇ શકતા. આ સરકાર માટે વિધાનસભામાં એક મોટો શરમજનક વિષય છે. Nitish Kumar

આ મામલે આરજેડીના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરી કહ્યુ કે ભ્રષ્ટાચારના કેસમાં એક ફરાર આરોપીને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે, ગુનો, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા પર નીતિશ કુમારનું પ્રવચન આગળ પણ ચાલુ રહેશે.