Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સુરેન્દ્રનગર: ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 7ના મોત

સુરેન્દ્રનગર: ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 7ના મોત

0
70
  • અકસ્માત બાદ કારમાં આગ લાગતા 6 લોકો જીવતા ભૂંજાયા

સુરેન્દ્રનગર: દિવાળી બાદ ગુજરાતમાં સતત અકસ્માતોના (Gujarat Accident) બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ગોઝારા અકસ્માતની (Surendranagar Accident)  ઘટના સામે આવી છે. જેમાં છ લોકો મોતને ભેટ્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તાલુકાના ખેરવા ગામ નજીક વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત (Surendranagar Accident) સર્જાયો હતો. આ અકસ્માત બાદ ઈક્કો કારમાં અચાનક આગ ફાટી નીકળતા કારમા સવાર 7 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ શરૂ, શહેરભરમાં છવાયો સન્નાટો

આ અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં ગેસ કિટ હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે આગનું ચોક્કસ કારણ તો FSLની તપાસ બાદ જ જાણી શકાશે. હાલ પોલીસે ગાડીની નંબર પ્લેટના આધારે કારમાં સવાર લોકો ક્યાંના હતા, તે અંગે તપાસ હાથ ધરી છે. (Image Caption: પ્રતિકાત્મક ફોટો)