Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજકોટમાં 6 પક્ષીઓના મોત, બર્ડ ફ્લૂની આશંકા

રાજકોટમાં 6 પક્ષીઓના મોત, બર્ડ ફ્લૂની આશંકા

0
62

વહેલી સવારે 6 જેટલા રોઝી સ્ટાર્લિંગ નામના પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા 6 Dead Bird Found in Rajkot 

રાજકોટ: રાજ્યમાં એક તરફ કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ બર્ડ ફ્લૂએ રાજ્ય સરકારની ચિંતા વધારી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જગ્યાએ બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આજ રાજકોટમાં 6 જેટલા પક્ષીઓના મૃત્યુ થવા હોવાની માહિતી સામે આવી છે. આ પક્ષીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થઇ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પક્ષીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. લેબોરેટરીના રિપોર્ટ સામે આવ્યા બાદ જાણવા મળશે કે પક્ષીઓના મોત ક્યા કારણે થઇ. 6 Dead Bird Found in Rajkot 

રાજકોટ જિલ્લા ગાર્ડન ખાતે રવિવારે વહેલી સવારે 6 જેટલા રોઝી સ્ટાર્લિંગ નામના પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગાર્ડનમાં સવારે વોકિંગ પર આવેલ લોકોને આ પક્ષી નજરે ચઢ્યા હતા. તેઓએ મૃત હાલતમાં પક્ષીને જોતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કન્ટ્રોલરૂમમાંથી આ અંગેની માહિતી ભક્તિનગર પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. 6 Dead Bird Found in Rajkot 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે NCP પણ મેદાનમાં, સુરત માટે 20 નામો જાહેર કર્યાં

પોલીસે એનિમલ હેલ્પલાઇન ને જાણ કરવામાં આવી હતી. વેટરનીટી ડોક્ટરની હાજરીમાં પક્ષીઓના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવશે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ પક્ષીઓના મોતનું કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અને દેશમાં બર્ડ ફ્લૂના કારણે અનેક પક્ષીઓના મોત થયા છે. ખાસ કરીને કાગડા, મરઘા અને કબૂતરના મોત વધારે થયા છે. 6 Dead Bird Found in Rajkot 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9