સુરત: ગુજરાતની આર્થિક રાજધાની સુરતમાં નકલી નોટોના મોટા જથ્થા સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના એસપી રૂરલ એચએચ હિતેશ કુમાર હંસરાજના જણાવ્યા અનુસાર, આ લોકો પાસેથી રૂ. 317 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે, જેમાંથી રૂ. 67 કરોડ રૂ. 500 અને રૂ. 1000ની નોટો છે જેને નોટબંધી પછી ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
હિતેશ કુમારે જણાવ્યું કે આ આરોપીઓએ લોકોના કાળા નાણાને વ્હાઇટમાં કન્વર્ટ કરવાના બહાને આ પૈસા ભેગા કર્યા હતા. તેઓ લોકોને તેમની જૂની નોટો બદલવા અને તગડા કમિશનના બદલામાં ટ્રસ્ટ અને કંપની દ્વારા કાળું નાણું જમા કરાવવાની લાલચ આપતા હતા.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે સુરત જિલ્લામાં પોલીસે એમ્બ્યુલન્સમાંથી રૂ. 25.80 કરોડની નકલી નોટો ઝડપાઈ હતી. પોલીસે એમ્બ્યુલન્સના ચાલકની અટકાયત કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારે કહેવામાં આવ્યું કે 2000-2000 રૂપિયાની આ નકલી નોટોને ફિલ્મોમાં ઉપયોગ કરવા માટે મુંબઈ લઈ જવામાં આવી રહી છે. આ તમામ નોટો ‘રિવર્સ બેંક ઓફ ઈન્ડિયા’ અને ‘ફિલ્મના શૂટિંગમાં ઉપયોગના હેતુ માટે’ છાપવામાં આવી હતી.
Advertisement