નવી દિલ્હી: લાંબા સમયથી 5G મોબાઇલ સર્વિસની દેશમાં રાહ જોવામાં આવી રહી હતી. હવે સમાચાર છે કે 5G સર્વિસ 1 ઓક્ટોબરે દેશમાં લૉન્ચ કરવામાં આવશે. આ સર્વિસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં લૉન્ચ કરશે. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું આયોજન દિલ્હીના પ્રગતિ મેદાનમાં કરવામાં આવશે. બીજી તરફ 5જી સર્વિસને લઇને એવિએશનને લઇને અમેરિકામાં થયેલી તકલીફ પર ચાલી રહેલી સમસ્યાને પણ સ્પષ્ટ કરી દીધી છે. ટેલીકૉમ મંત્રાલયે આ મામલે સ્ટડી પછી નિવેદન જાહેર કરીને કહ્યુ કે દેશમાં તેને લઇને કોઇ પરેશાની નથી.
Advertisement
Advertisement
આ સમસ્યાને લઇને IIT મદ્રાસમાં સ્ટડી કરવામાં આવી છે. IITની સ્ટડી અનુસાર ગેપિગને કારણે અમેરિકામાં થયેલી સમસ્યાનો સામનો ભારતમાં નહી કરવો પડે.
આ સર્વિસથી શું ફાયદો થશે
ફાસ્ટ ઇન્ટરનેટ સર્વિસ, કેટલીક સેકન્ડમાં હાઇ ક્વોલિટી વીડિયો, ફોટો અને ડૉક્યૂમેન્ટ ડાઉનલોડ કરી શકશો.
5G સર્વિસમાં મૉડમ 1 સ્કવેયર કિલોમીટરમાં 1 લાખ સંચાર ઉપકરણોને સપોર્ટ કરશે
4G સર્વિસના મુકાબલે 5જી સર્વિસ 10 ગણી તેજ હશે
5G સર્વિસથી 3D હોલોગ્રામ કૉલિંગ, મેટાવર્સ અને એજ્યુકેશન એપ્લીકેશન્સને લઇને એક નવો રિવૉલ્યૂએશન આવશે
Advertisement