Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ: જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે, ભીડ ભેગી ના કરો

અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ: જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે, ભીડ ભેગી ના કરો

0
135

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનો કેર વધતા 57 કલાકનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. અચાનક સરકારની કરફ્યૂની જાહેરાતથી લોકો જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બજાર તરફ દોડ મુકતા હોય છે તેને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. કરફ્યૂ દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહેશે જેને કારણે ભીડ ભેગી ના થાય તે માટે ઠેર ઠેર અપીલ કરવામાં આવી રહી છે. જો બજારમાં ભીડ ભેગી થશે તો કોરોનાના કેસમાં વધારો થશે અને અત્યારે તો કોરોના મહામારીને કારણે હોસ્પિટલોમાં મોટાભાગના બેડ પણ ફુલ થઇ ગયા છે માટે સાવચેત રહેવાની જરૂર છે. 57 hour Curfew

કરફ્યૂ દરમિયાન શું મળશે?

દૂધ-દવાની દુકાનો અને જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ચાલુ રહેશે 57 hour Curfew

આ પણ વાંચો: ફરી સરકારે લોકોને અસમંજસમાં મુક્યા! કોરોનાના વધતા કેસ માટે જવાબદાર કોણ

શાકભાજી-કરિયાણુ ખરીદવા માટે લોકોની ભીડ

કરફ્યૂ લાગતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા છે અને શાકભાજી અને કરિયાણુ ખરીદવા માટે અનેક જગ્યાએ લાઇનો જોવા મળી રહી છે. કરફ્યૂની જાહેરાત બાદ જમાલપુર શાકમાર્કેટમાં લોકોની ભારે ભીડ ભેગી થઇ ગઇ હતી જેને કારણે અંધાધુધીનો માહોલ સર્જાયો હતો. કરિયાણુ ખરીદવા માટે પણ લોકોની અમદાવાદમાં અનેક જગ્યાએ ભીડ જોવા મળી રહી છે. લોકોને ભીડ ભેગી ના થાય તે માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. આપણે સાવચેત રહેશું તો પરિવાર પણ સાવચેત રહેશે અને સમાજ પણ સાવચેત રહેશે.

 

કરફ્યૂની અચાનક જાહેરાતથી લોકો મુશ્કેલીમાં મુકાયા

અચાનક કરફ્યૂની જાહેરાતથી મુસાફરી કરનારા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અનેક એડવાન્સ ટ્રાવેલ્સના બુકિંગ હતા જેને કેન્સલ કરવાની પણ કેટલાકે ફરજ પડી છે. બહાર ફરવા ગયેલા લોકો કરફ્યૂને કારણે કફોડી હાલતમાં મુકાઇ ગયા છે. બસ સ્ટેશન અને એરપોર્ટ તેમજ રેલ્વે સ્ટેશન પર અંધાધૂંધીની દહેશત જોવા મળી રહી છે. 57 hour Curfew